Site icon Shri Nutan Saurashtra

Rajkot ના ખાનગી યુનિવર્સીટીમાં નવરાત્રીનું સ્ટેજ બનાવતી વેળાએ પટકાતા યુવકનુ મોત

ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીલોર બનાવતી વેળાએ ઘટના ઘટી:પરિવારમાં શોક

RAJKOT,તા,02
        શહેરમાં ઠેર ઠેર નવરાત્રીની તૈયારી પૂરજોશથી ચાલી રહી છે ત્યારે ગઈ કાલે ખાનગી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવરાત્રીના સ્ટેજ બનાવાનું કામ ચાલતું હોઈ તેમાં ઉચ્ચા પીલોર પરથી પટકાતા રેલનગર ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપના યુવકને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજતા પરિવારમાં બોકાશો બોલી ગયો હતો.
       બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપ, રેલનગરમાં રહેતા રોનકભાઈ હિતેશભાઈ માકડીયા ઉ.વ.27 નામનો યુવક ગઈ કાલે રાત્રીના સુમારે ખાનગી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતો અને નવરાત્રીના સ્ટેજની તૈયારી કરતો હતો ત્યારે અચાનક લોખંડના પીલોર પરથી પટકાતા યુવકને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા ફરજપરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવક ડેકોરેશનનું કામ કરતો હતો. અને બે ભાઈમાં નાનો હતો.
Exit mobile version