Rajkot મા પીઝાનો ઓર્ડર કેન્સલ કરી પૈસા પરત માગતા યુવકને ઘુસ્તાવ્યો

Rajkot,, તા.૨૯
શહેરના યુનિવર્સીટી રોડ પર જે.કે.ચોક નજીક યુવકને અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો મારમારતા સારવાર લેવી પડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડના ચારણ પીપળીયા ગામે રહેતો અજય બાબુભાઇ રાખશીયા (ઉ.વ.૨૨)નો યુવક રાત્રીના દસેક વાગ્‍યે યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક પાસે દ્વારકાધીશ હોટેલ નજીક હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ ઢીકાપાટુનો માર મારતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ સારવાર લીધી હતી. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.અજયના કહેવા મુજબ પોતે ડ્રાઇવિંગ કામ કરે છે અને ગઈકાલે રાજકોટથી પોતાના ગામ ચારણ પીપળીયા જતો હતો ત્યારે ભૂખ લાગતા જે.કે.ચોકમાં પીઝા ખાવા ગાડી ઉભી રાખી હતી. ઓર્ડરની સાથે પૈસા પણ આપી દીધા બાદ પીઝા આપવામાં વાર લાગતા પોતાને મોડું થતું હોવાથી ઓર્ડર કેન્‍સલ કરવાનું કહી પૈસા પાછા માંગતા દુકાન સંચાલકે ઝગડો કરી મારમાર્યો હતો.

Leave a Comment