Rajkot શહેરમાં તસ્કરો વધુ ત્રણ વાહન હકારી ગયા

યુનિવર્સીટી રોડ પરથી બાઈક , રૂખડિયા પરા માંથી રીક્ષા અને પેલેસ રોડ પરથી એક્ટિવા ચોરી તસ્કર ફરાર

Rajkot ,તા.૧૨
શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ ત્રણ સ્થળેથી બાઈક સ્કૂટર અને રીક્ષાની ચોરી કરી તસ્કરો હવામાં ઓગળી ગયા છે. પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરમા તસ્કરો બે ફામ બન્યા છે ત્યારે શહેર માંથી વધુ ત્રણ જગ્યાએ થી વાહનો ચોરાયા હતા તેમાં સાગરભાઈ કમલેશભાઈ ભટ્ટ રહે રૈયા ચોકડી પાસે અમૃતા હોસ્પિટલ વાળી શેરી વાળાએ જણાવ્યું હતુંકે તે યુનિવર્સીટી રોડ, ધોળકિયા સ્કૂલ પાસે અવધ એપાર્ટમેન્ટ 2 રોડ ઉપર હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનું બાઈક જેની અંદાજિત કિંમત રૂ. 75,000 હોઈ તે ચોરી કરી લેતા સાગરભાઈએ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
  બીજા બનાવમાં જીગ્નેશભાઈ નરેન્દ્રભાઈ તલસાણીયા રહે ગાંધીગ્રામ સોસાયટી શેરી નં 5 વાળાએ પોલીસને જણાવ્યું હતુંકે તે કોઈ કામ સબબ સેન્ટ્રલ ઝેલની પાછળ રૂખડીયા પરા શેરી નં 4મા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે અંદજીત 60,000ની કિંમતની રીક્ષા ચોરી કરી જઈ ગુનો કર્યો હતો જેની નોંધ પ્રદ્યુમ્ન પોલીસ મથકમાં નોંધાવી હતી.
  ત્રીજા બનાવમાં રાજમોતી મિલ પાછળ મયુરનગર શેરી નં 5 મા રહેતા મહેશભાઈ ધનજીભાઈ ધકાણએ જણાવ્યું હતુંકે તે પોતે પેલેસ રોડ પર આવેલ ગોલ્ડન પેલેસ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ કાલીદી જવેલર્સની નીચે આવેલ ઓફિસના પાર્કિંગ માંથી 15000ની કિંમતનું એક્ટિવા ચોરાઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment