Site icon Shri Nutan Saurashtra

Rajkot મા કારખાનેદાર અને તેના મિત્ર પર છરી વડે હુમલો

અગાઉ પોલીસમાં કરાયેલી અરજીનો ખાર રાખી શખ્સે  કર્યો હુમલો : સીસીટીવી ફૂટેજ વાયરલ

RAJKOT,તા.૧૨
શહેરમાં એક જ રાતમાં ભક્તિનગર પોલીસ હેઠળ આવતા વિસ્તારમાં બે અલગ અલગ બનાવ સામે આવ્યા છે. એકબાજુ બુટલેગર આણી ટોળકીએ પિતા-પુત્રો પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. મામલામાં પ્રૌઢનું સારવારમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો જયારે બીજા બનાવમાં અટીકા મેઇન રોડ પર ત્રિશુલ ચોકમાં રાત્રીના અગાઉ અરજી કરાઇ હોઇ તેનો ખાર રાખી રવિ ચાવડીયા નામના શખ્સે કારખાનેદાર અને તેના મિત્ર પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં બંનેને સારવાર માટે દાખલ કરવા પડયા હતાં. અગાઉ કારખાનેદારના મિત્રએ હુમલાખોર વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હોઇ તેનો ખાર રાખી આ ડખ્ખો કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે કોઠારીયા રોડ નંદા હોલની પાછળ ભારતીનગર-૧/૫ના ખુણે રહેતાં અને કારખાનુ ચલાવતાં ચેતનભાઇ કાંતિભાઇ રાઠોડ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી રવિ ઉર્ફ ભગત ચાવડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ચેતનભાઇ રાઠોડે જણાવ્યું છે કે રવિવારે રાતે સાડા નવેક વાગ્યે પોતે અટીકા મેઇન રોડ ત્રિશુલ ચોક પાસે મોમાઇ ડિલક્સ પાન નામની દૂકાને ગયા હતાં ત્યારે રવિ ઉર્ફ ભગત ચાવડીયાએ આવી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ વખતે ત્યાં ચેતનભાઇના મિત્ર જગદીશભાઇ કુગશીયા પણ ઉભા હતાં.
ઝઘડો કરી રવિ ઉર્ફ ભગત બાઇક પર બેસી નીકળી ગયો હતો. થોડીવાર બાદ ફરીથી બાઇક પર આવ્યો હતો અને નેફામાથી છરી કાઢી હુમલો કરતાં જગદીશભાઇ કુગશીયા વચ્ચે પડતાં તેને પેટમાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ ચેતનભાઇને પણ ડાબા પડખામાં છરીનો એક ઘા મારી દેવાયો હતો. અગાઉ ચેતનભાઇના મિત્ર દિવ્યેશભાઇ સિતાપરા સાથે રવિ ઉર્ફ ભગવતને ઝઘડો થયો હોઇ જે તે વખતે રવિ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. તેનો ખાર રાખી રવિએ દિવ્યેશભાઇના મિત્ર ચેતનાઇને તું કેમ દિવ્યેશ ભેગો ફરે છે અને અરજી કરવામાં સાથ આપે છે? તેમ કહી હુમલો કર્યો હતો. જેમાં ચેતનભાઇના મિત્ર જગદીશભાઇ વચ્ચે પડતાં તેને પણ છરી ઝીંકી દેવાઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ છે? તેમ કહી હુમલો કર્યો હતો. જેમાં ચેતનભાઇના મિત્ર જગદીશભાઇ વચ્ચે પડતાં તેને પણ છરી ઝીંકી દેવાઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતાં. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ પી. જી. રોહડીયા, દિવ્યરાજસિંહ સહિતે ગુનો નોંધી રવિની શોધખોળ હાથ ધરી હતી.
Exit mobile version