Site icon Shri Nutan Saurashtra

Rajkot: પડધરીના મોટી ચણોલની યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું 

આપઘાતનું કારણ અકબંધ:પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Rajkot,તા,03
     પડધરીના મોટી ચણોલ ગામે રહેતી 19 વર્ષીય યુવતીએ ગઈ કાલે બપોરે પોતાના ઘરે મોનોકોટો પી લેતા પ્રથમ સારવાર પડધરી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાય હતી.
    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના મોટી ચણોલ ગામે રહેતી 19 વર્ષીય યુવતી રાજેશ્વરીબા શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગઈ કાલે બપોરે 11.30 વાગ્યે અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે પડધરી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે વધુ જાણવા મળ્યું હતુંકે મૃતક એકબેન એકભાઈમાં નાની છે. ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલ છે અને પિતા ખેતી કામ કરી જીવન નિર્વાહ કરે છે. બનાવ અંગે કારણ અકબંધ હોવાથી પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Exit mobile version