Site icon Shri Nutan Saurashtra

Rajkot:જમીન વિકાસ બેંકના ડીફોલ્ટરને છ માસની જેલ

કોટડાસાંગાણીના નવી ખોખરી ગામના ખેડુતે લોન ચુકવવા આપેલો ચેક પરત ફર્યો હતો

Rajkot, તા.૧

રાજ્યની જમીન વિકાસ બેંકમાંથી ખાતેદારે લીધેલી લોનનો હપ્તો ચુકવવા આપેલો ચેક પરત ફરવાના ગુનામાં ડીફોલ્ટરને છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો છે.

વધુ વિગત કોટડાસાંગાણી તાલુકાના નવીખોખરી ગામે હરી બાઘજી સુરાણી નામના ખેડુતે જમીન વિકાસ બેંકમાંથી લોન લીધી હતી. જે લોનની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા અદાલતમાં ફરીયાદ કરી હતી. ચાલુ કેસ દરમ્યાન લોન ધારકે ૨૦ હજાર બેંકમાં જમા કર્યા હતા અને બાકીની રકમ ન ભરતા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ બેંકના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને ઘ્યાને લઈ ન્યાયધીશ એમ.જી.શાહે હરી સુરાણીને છ માસની સજા અને ૭૪૭૫૨ વાર્ષિક છ ટકાના વ્યાજ અને ફરીયાદનો ખર્ચ ૫ હજાર બેંકને ચુકવી આપવા હુકમ કર્યો છે. બેંક વતી એડવોકેટ તરીકે મુકેશ કેસરીયા, સંજયસિંહ જાડેજા, આર.એન.મંજુષા, હાર્દિક પાઠક, હાર્દિક વાગડીયા રોકાયા હતા.

Exit mobile version