Rajkot:કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સીંગ કામનું કરાયેલ ખાતમુહૂર્ત

Rajkot તા.૩

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જીલ્લાઓના મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનના વિસ્તૃતિકરણ તરીકે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવનાર છે. જે માટે ઝૂની પૂર્વ દિશાએ સર્વે નં.૧૪૪, ૧૪૫ તથા ૧૫૦ ની કુલ અંદાજે ૨૯ હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.૩ ના રોજ વોર્ડ નં.૫ માં રૂા.૨૦.૧૮ કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ તથા ચેઈનલીંક ફેન્સીંગ દિવાલ બનાવવાના કામનું ખાતમુહુર્ત વિધાનસભા-૬૮ ના ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતુ.

આ ખાતમુહુર્ત પ્રસંગે મેયર નયના પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, ઝૂ સુપ્રિ.આર.કે.હિરપરા, આસી.એન્જીનિયર રાકેશ વસોયા, એજન્સીના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Leave a Comment