Famous Cartoon Pokemon ની સ્ટાર રશેલ લિલીસનું બ્રેસ્ટ કેન્સરથી અવસાન

રશેલનાં કો-સ્ટારે એમનાં નામ પર એક મેમોરિયલ બનાવવાની કરી વાત

Mumbai, તા.૧૩‘

પોકેમોન’ નાં ફેવરેટ ભૂમિકાનાં મિસ્ટી અને જેસીનાં અવાજ આપનાર વોઇસ એક્ટ્રેસ રશેલ લિલીસનું નિધન થયુ છે. ૪૬ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. રશેલનું નિધન ૧૦ ઓગસ્ટનાં રોજ થયુ છે.

રશેલને બ્રેસ્ટ કેન્સર થયુ હતુ. આ વર્ષે મે મહિનામાં બ્રેસ્ટ કેન્સરની જાણ થઇ હતી. રશેલે દુનિયામાં અનેક એનિમેશન સીરિઝ, કાર્ટૂન અને વીડિયો ગેમ્સમાં પોતાનો અવાજ આપીને દુનિયાભરમાં એચીવમેન્ટ્‌સ હાસિલ કર્યું છે. એમનાં નિધનના સમાચારથી એમનાં સહયોગી અને ફેન્સ દુખી થયા છે આ સાથે અનેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

પોકેમોનમાં લીડ કેરેક્ટર એશ કેચુમનો અવાજ આપનાર રશેલ લિલીનાં કો-વોઇસ એક્ટ્રેસ વર્નિકા ટેલરે એમનાં નિધનની જાણકારી સોશિયલ મિડીયા એકાઉન્ટ પર શેર કરી છે. એમને રશેલની લાઇફ અને કામને યાદ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે એક્સ પર દોસ્ત રશેલને લઇને લાંબી નોટ પણ લખી છે.

રશેલનાં અચાનક નિધનથી ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકો દુખી છે. એનિમેશનની દુનિયામાં રશેલ ઝડપથી એક મોટો ચહેરો બની ગઇ. ૧૯૯૮માં શરૂ થયેલી ‘પોકેમોન’ એનિમી સીરિઝમાં વોટર-ટાઈપ જિમ લીડર મિસ્ટીને અવાજ આપ્યો હતો.

વર્નિલા ટેલરે કહ્યું કે, ‘હું બહુ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે શનિવારનાં રોજ સાંજે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૪નાં રોજ રશેલ લિલીસનું નિધન થયું. શેલ એક અસાધારણ પ્રતિભા હતી. જ્યારે રશેલ બોલતી હતી તેમજ ગાતી હતી ત્યારે એનો અવાજ લોકોને તરત ગમી જતો હતો. એમની એનિમેટેડ ભૂમિકાઓ માટે હંમેશા એમને યાદ કરવામાં આવશે.’

વર્નિકા ટેલર આગળ લખે છે કે, ‘પોકેમોનની મિસ્ટી અને જેસી એનાં સૌથી વધારે પોપ્યુલર પાત્રો રહ્યાં છે. રશેલ કેન્સર સામેની લડાઇ હારી જતા નિધન થયુ છે. જો કે કેન્સર સામે લડી રહેલાં રશેલને લોકોનો ખૂબ સપોર્ટ અને પ્રેમ મળ્યો જેની આભારી હતી. આ પ્રેમ અને સપોર્ટને હંમેશો પોઝિટિવિટી આપી છે. એમની ફેમિલીનો ધન્યવાદ કરું છું. એ દુખી છે. ફ્યુચરની કોઇ પણ તારીખમાં રશેલનું એક મેમોરિયલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છીએ.’

 

Leave a Comment