Site icon Shri Nutan Saurashtra

Race 4 માં રેસ થ્રીની વાર્તાનો કોઈ રેફરન્સ નહિ હોય

સલમાનવાળી રેસ થ્રી ફલોપ થઈ હતી

સૈફ અલી ખાનનું પુનરાગમન થતાં રેસ ટૂથી જ વાર્તા શરુ થશે

Mumbai,તા.21

‘રેસ’ ફોર ફિલ્મમાં ‘રેસ થ્રી’ની વાર્તાનો કોઈ રેફરન્સ નહિ હોય. આ ફિલ્મ સીધી ‘રેસ ટૂ’ના અંતથી જ શરુ થશે.

‘રેસ’ના પહેલા બંને ભાગમાં સૈફ અલી ખાન હતો. જ્યારે ત્રીજા ભાગમાં તેની જગ્યાએ સલમાન ખાન ગોઠવાઈ ગયો હતો. હવે ચોથા ભાગમાં સૈફનું પુનરાગમન થયું છે. એટલે સર્જકોએ સલમાન ખાન વાળા પાર્ટનો રેફરન્સ જ કાઢી નાખવાનું નક્કી કર્યું છે. ફિલ્મમાં આ વખતે સૈફ અલી ખાન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે. ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીથી  શરુ થશે. ફિલમના પહેલા બંને ભાગનું દિગ્દર્શન અબ્બાસ મસ્તાને કર્યું હતું. ત્રીજા ભાગનું દિગ્દર્શન રેમો ફર્નાન્ડિઝે કર્યું હતું. ચોથા ભાગનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે હજુ જાહેરાત બાકી છે.

Exit mobile version