Jetalsar માં નવરાત્રીમા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

દરેક શેરી ગરબા પર પોલીસનો લોખંડી પહેરો રહેશે
Jetalsar,તા,03
        નવરાત્રી પર્વને શાંતિથી પરી પૂર્ણ કરવા જેતપુર તાલુકા પોલીસે કડક બંદોબસ્ત હાથ ધર્યો છે.દરેક શેરી ગરબા પર પોલીસ જવાનો તૈનાત રહેશે. માટે ગઈ કાલે રાત્રે જેતપુર તાલુકા પોલીસની ટીમે જેતલસર ગામે દરેક શેરી ગરબા યોજાતા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
      જેતલસર ગામે અનેક શેરી ગલીમાં નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ હિત શત્રુ દ્વારા કાંકરી ચારો કરવામાં નો આવે તે માટે પોલીસે કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. ગઈ કાલે રાત્રે જેતપુર તાલુકા પોલીસ મથકના પી. આઈ. અજીત સિંહ હેરમાં,પી. એસ. આઈ. આર. એ. જાડેજા,ભુરાભાઇ માલીવાડ, પ્રદીપ ભાઈ સહિતના સ્ટાફે જ્યાં જ્યાં શેરી ગરબા યોજાય છે તે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અને વધુમાં પી. આઈ. હેરમાંએ જણાવ્યું હતુંકે દરેક શેરી ગરબામાં રાત્રીના સમય દરમિયાન પોલીસ જવાનો તૈનાત રહેશે અને નાની મોટી તમામ હિલચાલ પર ધ્યાન રાખી નવરાત્રીના પર્વને શાંતીથી પરી પૂર્ણ કરશે.

Leave a Comment