Site icon Shri Nutan Saurashtra

Bangladesh માં પીએમઓ, પોલીસની સાઈટ હેક

Dhaka (Bangladesh)તા.23

બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક દેખાવો દરમ્યાન વડાપ્રધાન કાર્યાલય, સેન્ટ્રલ બેન્ક અને પોલીસની અધિકૃત વેબસાઈટ હેક થઈ ગઈ છે ત્યારબાદ આ વેબસાઈટ પર એક જ પ્રકારના મેસેજ આવી રહ્યા છે.

જેમાં લખ્યુ છે કે, ઓપરેશન હંટર ડાઉન, સ્ટોપ કિલીંગ સ્ટુડન્ટસ
બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતને લઈને ફેલાયેલી અશાંતિ વચ્ચે વડાપ્રધાન કાર્યાલય સેન્ટ્રલ બેન્ક અને પોલીસની અધિકૃત વેબસાઈટ હેક થઈ ગઈ છે ‘ધી આરયુએસઆઈએસટી એએનસી3’નામના એક સમુહ દ્વારા સાઈટ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

મેસેજમાં વધુમાં લખવામાં આવ્યું છે. અમારા બહાદુર છાત્રોનાં શાંતિપૂર્ણ વિરોધને સરકાર અને તેના રાજનીતિક સાક્ષીઓ દ્વારા ક્રુર હિંસા અને હત્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ માત્ર વિરોધ નથી બલકે આ ન્યાય સ્વતંત્રતા અને અમારા ભવિષ્યને લઈને એક યુદ્ધ છે.

 

Exit mobile version