Site icon Shri Nutan Saurashtra

Gondal નજીક ચાર વાહનોના અકસ્માતમાં મુસાફરનું મોત

બસ, ટ્રક, ઇકો કાર અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાચાલક ઈજાગ્રસ્ત
Gondal,તા.૧૯
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે ત્યારે રોજિંદા અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે ગઈકાલે ફરી એક અકસ્માત સામે આવ્યો છે જેમાં ખાનગી કંપનીની બસ, ઇક્કો કાર, ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકને ઇજા થઇ હતી અને રીક્ષામાં સવાર એકનું મોત નીપજ્યું હતું.
રાજકોટથી જેતપુર સિકસ લેન રોડ બની રહ્યો છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાઓ પર પોતાની મન માનતી જગ્યાઓ પર ડીવાઈડરો તોડી નાખીને રસ્તો કરી નાખવામાં આવ્યો છે. જેથી રોજિંદા અનેક નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે ભુણાવા નજીક ખાનગી કંપનીની બસ રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા તોડેલા ડિવાઈડર નજીકથી વળાંક લેવા માટે ઉભી હતી. તે સમયે રાજકોટથી ગોંડલ તરફ જતાં ટ્રક ચાલકે બસણે પાછળથી ઠોકર મારતા બસ ગોંડલથી રાજકોટ જતી ઇક્કો કાર સાથે અથડાઈ હતી. ત્યારબાદ ટ્રક ચાલકે બસને ઠોકર માર્યા બાદ ડાબી સાઈડ ટ્રકને લેતા પેસેન્જર રીક્ષાને હડફેટે લીધી હતી. આ રીતે 4 વાહનોના અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈને થોડી વાર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત માં રીક્ષા ચાલક રવિ દાનવ રાઠોડ ઉ.વ. 27ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને રીક્ષામાં સવાર વિનોદ કુમાર નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
Exit mobile version