Site icon Shri Nutan Saurashtra

Pakistan માં પોતાની પુત્રીની સુરક્ષા માટે પિતાએ માથા પર લગાવ્યો કેમેરો !

Pakistan,તા.10

મહિલાઓના વધતા જતા અપરાધના લીધે પરિવારજનોમાં ચિંતા થવી સ્વભાવિક છે પરંતુ પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની પુત્રીના માથા ઉપર સીસી ટીવી કેમેરો લગાવ્યો હોવાની તસ્વીર અને વીડિયો વાયરલ  છે. માતા પિતા સીસી ટીવી દ્વારા પોતાની દિકરી પર નજર રાખી રહયા છે. આ અંગેનો ખુલાસો ખુદ છોકરીએ કર્યો હતો. આર્થિક સંકટ સામે ઝઝુમતા પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ ખૂબજ ખરાબ છે.

લોકો પોતાની વહુ અને દીકરીઓને સુરક્ષિત માનતા નથી. યુવતીએ કબૂલ્યું હતું કે વાલિદે કેમેરો પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગાવ્યો છે. જો કોઇ હુમલો કે કશુંક અઘટિત બનશે તેની જાણ પરિવારજનોને તરત જ થઇ જશે. આ કેમેરાને ઇન્ટરનેટની મદદથી મોબાઇલ સાથે કનેકટ કરવામાં આવ્યો છે. કેમરાની મદદથી જ પિતા સંપર્કમાં રહે છે. યુવતી કરાંચી શહેરમાં રહે છે. કરાંચીમાં મહિલાઓ પર અત્યાચાર અને છેડતીની ઘટનાઓ સતત વધતી જાય છે.

નવાઇની વાત તો એ છે કે  છોકરીઓની છેડતી થાય પરંતુ જો કોઇ સાબીતી ના મળે તો ન્યાય પણ મળતો નથી. આવા સંજોગોમાં અત્યંત અવ્યહવારુ લાગતો ઉપાય અજમાવવો પડયો છે. આ વાયરલ વીડિયો જોઇને પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની કેવી પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવે છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થયા પછી આર્થિક ગુનાઓ ઉપરાંત મહિલાઓ પરના અત્યાચારોમાં પણ વૃધ્ધિ થઇ છે.

Exit mobile version