Site icon Shri Nutan Saurashtra

હજુ સંકટ ટળ્યું નથી: Surat સહિત આ ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદનું Orange alert

Surat,તા.25

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (25મી જુલાઈ) પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, 26મી અને 27મી જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ,  પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદારા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર,નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામન્ય વરસાદ પડી શકે છે.28મી જુલાઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગારમાં વરસાદનું યલો જાહેર કરાયું છે.

Exit mobile version