Site icon Shri Nutan Saurashtra

Navsari ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન મહિલા સરપંચ,ઉપ સરપંચ,તલાટી સામે ગુનો દાખલ

Navsari ,તા.૨૧

નવસારીના ઓજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંચ , ઉપ સરપંચ અને તલાટીએ તેમની સત્તાનો દુરૂપયોગ કરીને ગ્રામ પંચાયતમાં ૧૩ માં નાણાં પંચના ગટર યોજના કામ માટે મંજુર થયેલી પાઈપો કરતા ઓછા વ્યાસની અને ઓછી લંબાઈની પાઈપો વાપરી હતી. ઉપરાંત પ્લાન એસ્ટીમેટને બદલે સીમેન્ટ પાઈપો ઓછી લંબાઈ અને ઓછા વ્યાસની વાપરીને પોતાવની સત્તાનો દુરૂપયોગ કર્યો હતો.

આમ કરીને તેમણે સરકારના રૂ.૮,૫૧,૯૪૬ ની ઉચાપત કરી હતી.જેને પગલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન મહિલા સંરપંચ નીતાબેન આર.ટંડેલ, તત્કાલીન ઉપ સરપંચ રાજેશ યુ.ટંડેલ અને તત્કાલીન તલાટી બીપીન એસ.ગળથરીયા વિરૂધ્ધ હુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Exit mobile version