Site icon Shri Nutan Saurashtra

Rajkotનજીક નર્સીંગની છાત્રા પર પિતરાઈએ વારંવાર દુષ્કર્મ આચર્યું

Rajkot,તા.૪
હોસ્ટેલમાં રહેતી યુવતીને  થાન પંથકના શખ્સે ધરે અને સુરેન્દ્રનગર, સુરત,મુંબઇ ખાતે લઇ જઇ ટ્રેનના બાથરૂમમાં પણ શરીર સંબંધ બાંધ્યો
 રાજકોટની ભાગોળે આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી અને  હોસ્ટેલમાં રહેતી 19 વર્ષીય છાત્ર  થાનગઢ તાલુકાના એક ગામમાં રહેતા પોતાના પિતરાઈ ભાઈ એ દુષ્કર્મ ગુજરયા અંગેની  કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનર પંથકની વતની અને હાલ  શહેરની ભાગોળે હોસ્ટેલમાં રહી નર્સિંગનો 19 વર્ષે યુવતી પર દુષ્કર્મ ગુજારીયા અંગેની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં
 નર્સિંગમાં અભ્યાસ કરતી આરોપી તેનો કુટુંબી ભાઈ થતો હોય જેથી તે તેને ઓળખતી હોય વોટસએપમાં અવારનવાર વાતચીત થતી હતી અને છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાન ઉનાળુ વેકશનમાં યુવતી ઘરે ગઈ હતી.તારીખ 9 5 2024 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ આરોપીનો તેને મેસેજ આવ્યો હતો અને કહ્યું હતું કે, તું મારા ઘરે મળવા આવ જો તું નહીં આવે તો હું મરી જઈશ જેથી યુવતી તેને ઘરે મળવા ગઈ હતી. આ સમયે ઘરે કોઈ હાજર ન હોય આરોપી એકલતાનો લાભ લઇ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો બાદમાં તેણે યુવતીને કહ્યું હતું કે આ વાત કોઈને કહીશ તો હું મરી જઈશ જેથી ડરના લીધે યુવતીએ કોઈને વાત કરી ન હતી.
 હોસ્ટેલમાં વેકેશન પૂરું થયા બાદ તેણે આરોપીનો નંબર બ્લોક કરી દીધો હતો પરંતુ બીજા જ દિવસે કુટુંબી બહેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેનો નંબર બ્લોકમાંથી કાઢ નહીંતર તે મરી જશે જેથી તેને નંબર બ્લોકમાંથી કાઢી નાખ્યો હતો બાદમાં આરોપી ફોન આવે ત્યારે ધમકી આપતો હતો કે તું મને બ્લોક કરીશ તો હું મરી જઈશ જેથી ડરના લીધે યુવતી તેની સાથે વાતચીત કરતી હતી.
તારીખ 15/9 ના સાંજના યુવતી હોસ્ટેલ હતી ત્યારે ફરી આરોપીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આવતીકાલે તારી કોલેજની પાસે સવારના 09:00 વાગ્યે આવીશ તું મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ. બાદમાં આરોપી તેને અમદાવાદ લઈ ગયો હતો. જ્યાં બસ સ્ટેન્ડ ખાતે રોકાયા હતા અને બસ સ્ટેન્ડ જ સૂઈ જતા આ સમય આરોપીના પૈસા ખર્ચ થઈ ગયા હોય જેથી તેણે મોબાઈલ અહીં વેચી દીધો હતો. અહીં બે દિવસ રોકાયા બાદ રિક્ષામાં બેસી રેલવે સ્ટેશન ગયા હતા અને બાદમાં સુરત પહોંચ્યા હતા સુરત રેલવેના વેઇટિંગ રૂમમાં ત્રણ દિવસ રોકાયા હતા ત્યારબાદ ટ્રેન મારફત સુરતથી મુંબઈ ગયા હતા મુંબઈ એક દિવસ રોકાયા હતા. ત્યારબાદ ટ્રેનમાં સુરત આવતા રહે સુરતથી જામનગરની ટ્રેનમાં ગયા હતા અને જામનગર પહોંચ્યા બાદ અહીં એક દિવસ રોકાયા બાદ દ્વારકા ટ્રેનમાં જામનગરથી રાજકોટ આવ્યા હતા રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ત્રણ દિવસ રોકાયા હતા. બાદમાં તેણે ફોનમાં મિત્ર સાથે પૈસા મંગાવી ફરી રાત્રિના સુરેન્દ્રનગર ટ્રેનમાં બેસાડી ટ્રેનના જનરલ ડબ્બામાં બાથરૂમમાં ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને અહીં રેલવે સ્ટેશન ખાતે રોકાયા હતા. સુરેન્દ્રનગરથી રાજકોટ પરત આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસ રોકાયા હતા. આ દરમિયાન યુવતી અને તેના પરિવારજનો શોધતા હોય બાદમાં બંને સુરેન્દ્રનગર જીઆઇડીસી ખાતે મળી આવ્યા હતા. ત્યારબાદ કુવાડ રોડ પોલીસ સ્ટેશનમાં લાવતા યુવતીએ પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. ત્યારબાદ યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
Exit mobile version