રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૦.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૨૯૯ સામે ૮૪૨૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૦૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૯૦ સામે ૨૫૯૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટો કડાકો નોંધાયા બાદ સુધારા તરફી ખૂલ્યા હતા.જો કે, ફરી પાછા રેડ ઝોનમાં ટ્રેડ થઈ બંધ રહ્યા હતા. ચાઈનાએ ગત સપ્તાહમાં મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપીને અર્થતંત્રને વૃદ્વિના પંથે લાવવા કરેલા મોટા પ્રયાસના પરિણામે શાંઘાઈ શેર બજારમાં ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી તેજી લાવતાં ફોરેન ફંડ ડાઈવર્ઝન અને જમ્મુ કાશ્મીર તેમ જ હરિયાણામાં ચૂંટણીઓમાં અપસેટ સર્જાવાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં તેજીને બ્રેક લાગી ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરો પાછળ કડાકો બોલાવી દીધો હતો.
સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૪૨૬૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૧ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૯૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૪ પોઈન્ટના ઘટાળા સાથે ૫૩૩૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.
સેન્સેક્સ, નિફટીમાં વિક્રમી તેજીને બ્રેક લાગી કડાકો બોલાઈ જવા સામે પસંદગીના સ્મોલ શેરોમાં આકર્ષણ છતાં ઘણા મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બેંકિંગ શેરોમાં પણ ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી.ચાઈનાએ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપતાં મેટલ-માઈનીંગ ક્ષેત્રે મોટી માંગની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.પાછલા ઘણા દિવસોથી ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ,નિફટી સતત વિક્રમી નવી ઊંચાઈના શિખરો સર કરતાં રહી ઓવરબોટ બની જતાં કરેકશન-ઘટાડો અનિવાર્ય બન્યો હતો,જેની શરૂઆત થઈ ગઈ હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,વોલ્ટાસ,સન ફાર્મા,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી પોર્ટસ,ટોરેન્ટ ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,ડીએલએફ,જીન્દાલ સ્ટીલ,ઓબેરોઈ રીયાલીટી,ટાટા સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,સન ટીવી,વિપ્રો,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ઈન્ડીગો,હેવેલ્લ્સ,કોલ્પાલ,ગ્રાસીમ,એસીસી,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૮ અને વધનારની સંખ્યા ૨૨૯૬ રહી હતી, ૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ચીનના શેરબજારમાં સોમવારે ૧૬ વર્ષના ગાળા બાદ સૌથી મોટી એકદિવસીય રેલી જોવા મળી હતી. છેલ્લા નવ સત્રથી ચીનના શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે.વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલે વિશ્વની મહાસત્તાઓના યુદ્વ વિરામની અરજની ઐસી કી તૈસી કરીને લેબનોનને પણ ગાઝાની જેમ ખેદાન-મેદાન કરવાનો નિર્ધાર કરી યુદ્વને ભયાવહ મોરચે લઈ જવા માંડયું છે,લાર્જ કેપ શેરોમાં જોવાઈ રહેલા યુફોરિયા, તેજીનો ઉન્માદ શકય છે કે ચાઈનાની રિકવરીએ ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન થવાની સ્થિતિમાં મોટું કરેકશન આપી શકે છે. ચીનના ઘર ખરીદવા માટેના નિયમો હળવા બનાવાતા અને મોર્ગજ દર નીચા કરાતા તેની અસર શેરબજાર પર જોવા મળી છે. છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહેલા ચીનમાં સરકારે અર્થતંત્રને સુધારવા અનેક સ્ટીમ્યુલ્સ જાહેર કર્યા છે. પીપલ’સ બેન્ક ઓફ ચાઈનાના ગવર્નર પાન ગોન્ગશેન્ગે એક પત્રકાર પરિષદને સંબોધતા રિઝર્વ રિકવાયરમેન્ટ રેશિઓ તથા મુખ્ય વ્યાજ દરમાંગયા સપ્તાહે ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અર્થતંત્રમાં આવશ્યક રિકવરી જોવા મળતી નહીં હોવાથી ચીન દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્ટીમ્યુલ્સ જાહેર કરવામાં આવ્યા છે.ચીન હાલમાં પ્રોપર્ટી ક્ષેત્રની કટોકટી તથા બેરોજગારીના ઊંચા દરનો સામનો કરી રહ્યું છે.
તા.૦૨.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૧.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૩૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૮ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ, ૨૬૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૧.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૩૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૪૭૪ પોઈન્ટ થી ૫૩૫૭૦ પોઈન્ટ,૫૩૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( ૩૦૯૦ ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૦૮ થી રૂ.૩૧૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૧૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસીસી લીમીટેડ ( ૨૫૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૪૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૫૫૩ થી રૂ.૨૫૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્લ્સ ઇન્ડિયા ( ૨૦૧૨ ) :- રૂ.૧૯૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭૦ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૩૪ થી રૂ.૨૦૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૮૭૦ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૮૮ થી રૂ.૧૯૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૮૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૮૧૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૭૮૭ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ગ્રાસીમ લીમીટેડ ( ૨૮૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૯૭ થી રૂ.૨૭૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૨૦૮ ):- રૂ.૨૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૮૮ થી રૂ.૨૧૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૯૨૭ ) :- એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૮૯૨ ) :- રૂ.૧૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૮૭૭ થી રૂ.૧૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.