રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૫૯ સામે ૮૨૬૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૫૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૩૪૦ સામે ૨૫૩૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૫૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં અસાધારણ વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.સેન્સેક્સ ૦૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૨૫૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૫૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૮૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.
ચાઈનાને જાપાન દ્વારા ચીપ મેન્યુફેકચરીંગ ઈક્વિપમેન્ટના વેચાણ અટકાવવા મામલે તનાવ અને ઈઝરાયેલના બંધકોની હમાસ દ્વારા હત્યાના કારણે ફરી ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી જોવા મળી હતી. ચાઈનાના આર્થિક, ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા અને સ્ટીલ ઉદ્યોગના સંકટને લઈ વૈશ્વિક મેટલના ભાવો પર દબાણના પરિણામે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં હિંદુસ્તાન એરોનોટિક્સ ૩%ના ઉછાળો,ગ્રાસીમ,ટાટા કોમ્યુનિકેશન,વોલ્ટાસ,ટાટા કેમિકલ્સ,હિન્દુસ્તાન યુનીલીવર,મહાનગર ગેસ,ઓબેરોઈ રીયાલીટી,એક્સીસ બેન્ક,ઈન્ડીગો,લાર્સેન,હવેલ્લ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સિપ્લા,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,ડીએલએફ,એસબીઆઈ કાર્ડ્સ,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,રિલાયન્સ,એશિયન પેઈન્ટ્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,અદાણી પોર્ટસ,સન ટીવી,જીન્દાલ સ્ટીલ,ટોરેન્ટ ફાર્મા,ટાટા મોટર્સ,એચસીએલ ટેકનોલોજી,ઓરબિંદો ફાર્મા,ટેક મહિન્દ્રાજેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૮ અને વધનારની સંખ્યા ૧૯૯૯ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી છે. ભારતીય શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી.આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદનો વધ્યા છે. તેમજ સારા વરસાદના કારણે ગ્રામીણ માગમાં વધારો થવાના આશાવાદ વચ્ચે આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક સંકેતો જણાઈ રહ્યા છે. વધુમાં આરબીઆઈ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની શરૂઆત કરશે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે.શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.અમેરિકામાં જોખમ હવે ફુગાવા તરફથી રોજગાર તરફ વળતા વ્યાજ દરમાં ઘટાડો જરૂરી બની ગયો હોવાથી આગામી સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરાશે તેવા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યા હતા.વ્યાજ દરમાં ઘટાડો કરી રોજગાર બજારને ટેકો આપવાનું જરૂરી બની ગયું છે.જો કે વ્યાજ દરમાં કપાતની માત્રા અને સમયનો આધાર પ્રાપ્ત થનારા ડેટા પર આધારિત રહેશે. ફુગાવો વધવા તરફનું જોખમ ઘટી ગયું છે અને રોજગાર ઘટવા તરફનું જોખમ વધી ગયું છે.ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠક ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બરના નિર્ધારી છે. વૈશ્વિક બજારોના ટ્રેન્ડની સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.
તા.૦૪.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૩.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૩૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૩૭૩ પોઈન્ટ થી ૨૫૪૦૪ પોઈન્ટ, ૨૫૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૩.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૮૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૭૭૦ પોઈન્ટ થી ૫૧૬૭૬ પોઈન્ટ,૫૧૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૯૩૯ ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૪૭ થી રૂ.૨૯૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસીસી લીમીટેડ ( ૨૩૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૨૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૩૭૩ થી રૂ.૨૩૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૨૫૨ ) :- રૂ.૨૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૨૧૮૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૨૭૪ થી રૂ.૨૨૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૯૦ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૫૫૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૫૪૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્માસ્યુટિકલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ગ્રાસીમ લીમીટેડ ( ૨૭૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ્સ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૯૬ થી રૂ.૨૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૭૯ ) :- રૂ.૨૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૩૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- સિપ્લા લીમીટેડ ( ૧૬૫૬ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૪૦ થી રૂ.૧૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ટેક મહિન્દ્રા ( ૧૬૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૯૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૧૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડ્કટ ( ૧૪૬૮ ) :- રૂ.૧૪૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૪૫૫ થી રૂ.૧૪૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.