Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૦.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૪૯૭ સામે ૮૨૨૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૫૩૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૮૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૬૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૭૫ સામે ૨૫૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૨૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શુક્રવારે ભારતીય શેરબજારમાં ગઈકાલે ગુરુવારે નોંધાયેલા મોટા કડાકા બાદ રેડ ઝોનમાં શરૂઆત કરી હતી. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસ, પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં વોલેટિલિટી વધી છે. વૈશ્વિક સ્તરે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સહિતના જિયો-પોલિટિકલ ક્રાઈસિસના કારણે વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ પાછુ ખેંચાઈ રહ્યું છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આગભરાટમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ ખરાબ બની હતી. એ ગુ્રપ, મિડ કેપ ઘણા શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ મોટું ઓફલોડિંગ કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટાળો થયો હતો.

સેન્સેક્સ ૮૦૮ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૬૮૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૦૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૧૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૧૩ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૮૭૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા ૧૮૦ મિસાઈલ હુમલાના પરિણામે બન્ને દેશો વચ્ચે યુદ્વ ફાટી નીકળવાની દહેશત વચ્ચે ભારતીય શેર બજારોમાં ઘટાળો થયો હતો. યુદ્વના સંજોગોમાં ક્રુડ ઓઈલના ભાવો વધવાની પૂરી શકયતા અને ભારતનો વિશ્વ સાથેનો આયાત-નિકાસનો વેપાર ખોરવાઈ જવાથી આર્થિક મોટી નુકશાનીના ઊભા થયેલા જોખમે અને ચાઈનાના સતત સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન  ચાઈના તરફ વળવાના સંકેતોએ શેરોમાં  સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી.

ભારતીય શેર બજારોમાં કાલે(૩, ઓકટોબર ૨૦૨૪)૧૭૬૯ પોઈન્ટ્સ નો કડાકો જે ૫, ઓગસ્ટ ૨૦૨૪ બાદનો સૌથી મોટો કડાકો નોંધાયો છે.૫,ઓગસ્ટના પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્વના એંધાણ અને અમેરિકામાં બેરોજગારીના આંકમાં વધારા અને ઘર આંગણે સ્મોલ,મિડ કેપ શેરોના ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળોએ સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ૨૬૮૬ પોઈન્ટ અને અંતે ૨૨૨૩ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.ઈરાન-ઈઝરાયેલ યુદ્વના સંજોગોમાં ભારતની ક્રુડ, પેટ્રોલીયમ ગેસની આયાતને અસર થવાની ભીતિએ ઓઈલ-ગેસ શેરોમાં મોટું ધોવાણ થયું  હતું.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,લ્યુપીન,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,ઇપ્કા લેબ,એક્સીસ બેન્ક,ટાટા મોટર્સ,ગુજરાત ગેસ,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ, ટીસીએસ,ઈન્ડીગો, રિલાયન્સ,ગ્રાસીમ,લાર્સેન,કોલ્પાલ,ટીવીએસ મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,વોલ્ટાસ,એસીસી,હેવેલ્લ્સ ઇન્ડિયા,ભારતી ઐરટેલ,સિપ્લા,ભારત ફોર્જ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૭ અને વધનારની સંખ્યા ૧૫૬૩ રહી હતી,  ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્વની ભીતિ વચ્ચે મિડલ ઈસ્ટમાં તનાવ વધતાં ભારતીય શેર બજારોમાં મોટો કડાકો બોલાઈ ઈઝરાયેલ સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓના શેરો પર પણ નેગેટીવ અસર જોવાઈ છે.ઈરાન, ઈઝરાયેલ સાથેનો વૈશ્વિક વેપાર ખોરવાઈ જવાની શકયતા વચ્ચે ભારતના વેપારને પણ મોટો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્ધની દહેશત વચ્ચે ક્રૂડના ભાવ વધવાની સાથોસાથ દેશની આયાત- નિકાસ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી બીજી તરફ ચીન દ્વારા અર્થતંત્રને વેગ આપવા જાહેર કરાયેલ રાહત પેકેજના કારણે વિદેશી રોકાણકારો ભારત છોડી ચીન તરફ વળવાના સંકેતોની પણ બજાર પર પ્રતિકૂળ અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક ૭થી ૯ ઓકટોબરના યોજાઈ રહી છે. ફેબુ્રઆરી, ૨૦૨૩થી રિઝર્વ બેન્કે રેપો રેટ ૬.૫૦% જાળવી રાખ્યો છે.અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા રેપો રેટમાં અડધા ટકાના આવી પડેલા ઘટાડા બાદ રિઝર્વ બેન્ક પણ રેપો રેટ ઘટાડશે તેવી બજારને આશા છે.વર્તમાન નાણાં વર્ષમાં આરબીઆઈ વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરશે તેવી પણ ધારણાં મૂકવામાં આવી છે.ભારતના મજબૂત આર્થિક વિકાસ આરબીઆઈને  ફુગાવાનું સંચાલન કરવામાં મદદરૂપ થઈ શકશે તેવી પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ગયા નાણાં વર્ષમાં ભારતે ૮.૨૦ %નો જોરદાર વિકાસ દર હાંસલ કર્યો હતો. વૈશ્વિક પ્રવાહો, જીઓપોલિટીકલ ટેન્શન અને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણામાં ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.

તા.૦૭.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૪.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૦૨ પોઈન્ટ થી ૨૫૨૭૨ પોઈન્ટ, ૨૫૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
  • તા.૦૪.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૮૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૯૭૯ પોઈન્ટ થી ૫૨૦૮૮ પોઈન્ટ,૫૨૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • લ્યુપીન લીમીટેડ ( ૨૨૦૭ ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૩૩ થી રૂ.૨૨૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • સન ફાર્મા ( ૧૯૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૦૯ ) :- રૂ.૧૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૮૩૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૭૩ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટસ ( ૧૪૨૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૯૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • મહાનગર ગેસ ( ૧૯૧૨ ):- રૂ.૧૯૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૯૮ થી રૂ.૧૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૮૨૦ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
  • ઓબેરોઈ રીયાલીટી ( ૧૮૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લીમીટેડ ( ૧૮૨૩ ) :- રૂ.૧૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૫૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

Leave a Comment