Site icon Shri Nutan Saurashtra

Next December માં વિકીની છાવા અને પુષ્પા ટૂનો મુકાબલો નક્કી

અક્ષય ખન્નાને ઔરંગઝેબના ગેટઅપમાં જોઈ ચાહકો ચોંકી ગયા

Mumbai, તા.20

વિકી કૌશલની ‘છાવા’ તથા અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ આગામી તા. છઠ્ઠી ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર ટકરાશે તે નક્કી થઈ ગયું છે. ‘છાવા’નાં ટીઝરની સાથે જ તેની રીલિઝ ડેટની ઔપચારિક જાહેરાત કરી દેવાઈ છે. આ બંને ફિલ્મોમાં રશ્મિકા મંદાના હિરોઈન છે. આમ, રશ્મિકાની જ બે ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે.

અગાઉ ‘પુષ્પા ટૂ’ આ  ચાલુ ઓગસ્ટ મહિનામાં જ રીલિઝ થવાની હતી. જોકે, શૂટિંગ બાકી રહેતાં તે ડિસેમ્બર માસ પર ઠેલાઈ હતી. તે પછી ‘છાવા’ની સંભવિત રીલિઝ ડેટ બદલાશે તેવી અટકળો હતી. પરંતુ, ‘છાવા’ના સર્જકોએ ‘પુષ્પા ટૂ’ સામે મેદાનમાં ઉતરવાનું પસંદ કર્યું છે.

છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજનાં જીવન પર આધારિત  ‘છાવા’માં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.  ફિલ્મના ટીઝરમાં ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્નાને જોઈ ચાહકો ચોંકી ઉઠયા હતા. પહેલી નજરે અક્ષય ખન્ના ઓળખાતો જ નહિ હોવાનું ચાહકોએ જણાવ્યું હતું. ફિલ્મમાં આશુતોષ રાણા પણ સર સેનાપતિ હંબીરાવમના રોલમાં છે.

Exit mobile version