જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ૯૦ બેઠકો પર ત્રણ તબક્કામાં યોજાયું હતું મતદાન
Jammu and Kashmir,તા.૮
જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. એવામાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. જો કે, ભાજપ પણ અહીં શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી જીત નોંધાવી છે. ત્યારે આ વચ્ચે હવે નેશનલ કોન્ફરન્સના નેતા ડો. ફારૂક અબ્દુલ્લાએ મોટું એલાન કરતા કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.
ફારૂક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, ’લોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હું તમામ લોકોનો આભારી છું કે, લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. અલ્લાહનો આભાર છે કે, પરિણામ તમારી સામે છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.’
બડગામ બેઠક પર ૫૮.૯૭% મતદાન થયું હતું. આ બેઠક ૧૯૭૭થી નેશનલ કોન્ફરન્સનો ગઢ છે. તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લા બડગામની સાથે-સાથે ગાંદરબલથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગાંદરબલમાં ઓમર અબ્દુલ્લા ૯૭૬૬ મતોથી આગળ છે. આ બેઠક પર ઓમર અબ્દુલ્લાએ પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ૯૦ બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ ૬૩.૪૫ ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની ઁડ્ઢઁ તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી.