Site icon Shri Nutan Saurashtra

Hardik સાથે છૂટા પડ્યા બાદ નતાશાએ ચીટિંગને લગતી પોસ્ટ લાઇક કરતાં અટકળો શરુ

Mumbai,તા.13

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન સંબંધથી છૂટા પાડવાની જાહેરાત કરી ત્યાર પછીથી સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક ક્રિકેટ ફેન્સ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરે છે અને નતાશાને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. તો સામે કેટલાક ફેન્સ હાર્દિક સામે જાતજાતના આક્ષેપ લગાવી તેના વિવાદાસ્પદ ભૂતકાળના વીડિયો શેર કરી રહ્યા છે. હવે ગોસિપ કરનાર લોકોને વધુ એક કારણ મળ્યું છે.

સર્બિયન મોડલ અને ડાન્સર નતાશા હાલ તેના દીકરા અગસ્ત્ય સાથે પોતાના વતન સર્બિયામાં છે. તેણે તાજેતરમાં એક પોસ્ટ લાઇક કરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ રિલેશનશિપમાં ચીટિંગ અંગે અને એક વ્યક્તિના ભાવનાત્મક દુરુપયોગ અંગે હતી. જેના કારણે લોકોએ અટકળો બાંધવાનું શરુ કરી દીધું છે.

હાર્દિક અને નતાશાએ તેઓના અલગ થવાનું કારણ જાહેર નથી કર્યું. પરંતુ નતાશાએ ચીટિંગ અને ઇમોશનલ અબ્યુઝ અને ટોક્સિક રિલેશનશિપ અંગેની પોસ્ટ લાઇક કરતાં લોકોએ સોશિયલ મીડિયા પર અફવાઓ અને ધારણાઓ બાંધીને શેર કરવાનું શરુ કરી દીધું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં લોકડાઉનમાં બન્નેના લગ્ન થયા હતા. બન્નેએ હિન્દુ ધર્મ વિધિ અને વેસ્ટર્ન એમ બન્ને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 2020માં જ 30 જુલાઈના રોજ તેઓને ત્યાંં એક પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. નતાશા તાજેતરમાં જ અગસ્ત્ય સાથે વતન સર્બિયા પહોંચી ગઈ હતી. નતાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાત જણાવી હતી અને અગસ્ત્યના જન્મદિવસની ઉજવણીની તસવીરો પણ શેર કરી હતી.

Exit mobile version