Site icon Shri Nutan Saurashtra

House માંથી પરિણીતાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મૃતકની માતાનો આરોપ છે કે તેની પુત્રીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે : મામલામાં પોલીસ તપાસ શરૂ

Haryana, તા.૭

Haryanaના અંબાલા શહેરમાં એક મકાનમાંથી પરિણીતાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિણીતાનો તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હતો. અંબાલા સિટીના પરશુરામ નગરની મંગલા કૉલોનીમાં ૨૯ વર્ષીય પરિણીતા મોનિકાનો મૃતદેહ રવિવારે મોડી રાત્રે તેના રૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના નાક અને મોઢામાંથી લોહી નીકળતું હતું. ગળા પર પણ નિશાન હતા. મૃતકની માતાનો આરોપ છે કે તેની પુત્રીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.

ઘટનાની માહિતી મળતાં જ અંબાલા સિટી સેક્ટર-૯ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ફિંગર પ્રિંટ એક્સપર્ટની ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. હાલ પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક એક્સપર્ટ પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. મહિલાનો તેના પતિ સાથે છૂટાછેડાનો કોર્ટ કેસ ચાલતો હતો.

મૃતક મહિલાની માતાએ જણાવ્યું, તેમની ૨૯ વર્ષીય પુત્રી મોનિકાના લગ્ન ૨૦૧૫માં ઉત્તરાંચલના પોકરી ગામના રહેવાસી રાજેશ સાથે થયા હતા. પુત્રીએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન જીવન દરમિયાને તે બે પુત્રોની માતા બની હતી, પુત્રીને જમાઈ સાથે અણબનાવ હોવાથી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો. આ કારણે પુત્રી પરશુરામ નગરની મંગલા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. મોટો પુત્ર તેના પિતા સાથે ચંદીગઢ તથા નાનો પુત્ર તેમની પુત્રી સાથે રહેતો હતો.

૫ ક્ટોબરની રાત્રે રાજેશ પુત્રોને લઈ ચંદીગઢ જતો રહ્યો હતો. તેમની પુત્રી ઘરે એકલી હતી. જમાઈએ ૬ ઓક્ટોબરે તેમને ફોન કરીને કહ્યું- તેં મોનિકાને ફોન કરે છે પણ સ્વીચ ઑફ આવે છે. રાત્રે આશરે ૧૦ વાગે જમાઈ પુત્રોને લઈને પરત ફર્યો અને આવતાં જ કહ્યું કે મોનિકા તેના ભાડાના મકાનમાં મૃત અવસ્થામાં પડી છે. જે બાદ તેમણે ત્યાં જઈને જોયુ તો પુત્રી નિર્વસ્ત્ર હાલતમાં પડી હતી અને તેના મોં-નાકમાંથી લોહી નીકળતું હતું. ગળા પર પણ નિશાન હતા.

Exit mobile version