Site icon Shri Nutan Saurashtra

Prabhas ની ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને જયાપ્રદાની એન્ટ્રી

Mumbai, તા.20

પ્રભાસની આગામી  ફિલ્મમાં પીઢ કલાકારો મિથુન ચક્રવર્તી અને જયાપ્રદા પણ જોવા મળશે. ફિલ્મના સર્જકોએ સત્તાવાર રીતે આ વાત  જાહેર કરી છે.

દુલકિર સલમાન તથા મૃણાલ ઠાકુર સાથે ભારતભરમાં હિટ થયેલી ફિલ્મ ‘સીતા રામન’ બનાવનારા હનુ રાઘવપુડી જ આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી. ૧૯૪૦ની કેટલીક ઐતિહાસિક ઘટનાઓ પરથી  આ ફિલ્મ બની રહી છે.

ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં શરુ થઈ ચૂક્યું છે. જયાપ્રદા મૂળ તેલુગુ એકટ્રેસ જ છે પરંતુ હિંદી ફિલ્મોમાં ટોચની હિરોઈન બન્યા પછી તે રાજકારણમાં એક્ટિવ થઈ હતી અને ત્યારથી તેણે ફિલ્મી દુનિયા સાથે છેડો લગભગ ફાડી નાખ્યો હતો.

મિથુન  ચક્રવર્તી પણ બંગાળના રાજકારણમાં સક્રિય છે જોકે તે ફિલ્મો ઉપરાંત કેટલાક ટીવી શોમાં પણ દેખા દેતો રહે છે.

Exit mobile version