Site icon Shri Nutan Saurashtra

Gondal ચોકડીથી મેફેડ્રોન ડ્રગ્સ મેળવી Junagadh તરફ આવતી કાર ચેક પોસ્ટ પર પકડાઈ

Junagadhતા.૨૧

જુનાગઢના હરિઓમનગરમાં રહેતો ૩૮ વર્ષીય એક યુવાન રાજકોટથી જુનાગઢ કારમાં આવી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે સાંકળીધાર પાસે કાર રોકાવી તેની તલાસી લેતા ૬.૨૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ૮.૬૩ ગ્રામ શંકાસ્પદ પદાર્થ મળી આવતા કાર ચાલક નીમેશ રમેશ ફળદુ (ઉ.૩૮) વાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે વોચ ગોઠવી રાજકોટ ફોરટ્રેક નેશનલ હાઈવે તરફથી આવી રહેલી સફેદ કલરની કિયા કાર નં.જીજે ૧૧ સીકયુ ૪૦૦૭ને સાંકળીધાર ચેકપોસ્ટ પાસે અટકાવી તેને કોર્ડન કરી અંદર બેઠેલા નીમેશ રમેશ ફળદુ રે.હરિઓમનગર નોબલ ફલોરા સોસાયટી સનફલાવર બિલ્ડીંગ બ્લોક નં.૫૦૩માં રહેતો હોવાનું જણાવેલ કારની તલાસીમાં ગીયર બોકસની બાજુમાંથી ડીઝીટલ કાંટો મળી આવેલ.

એક ખાનામાંથી અલગ અલગ પ્લાસ્ટીકની કોથળીઓ મળી આવેલ જેમાં ૬.૨૦ ગ્રામ મેફેડ્રોન રૂા.૬૨૦૦૦ શંકાસ્પદ પદાર્થનો જથ્થો ૮.૬૩ ગ્રામ ત્રર મોબાઈલ રૂા.૪૦,૦૦૦ રોકડા ૫૧૦ વજન કાંટો કિયા કાર નં. જીજે ૧૧ સીયુ ૪૦૦૭ કિંમત રૂા.૧ લાખ મળી કુલ રૂા.૧,૦૨,૭૧૦ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. પ્રાથમીક પુછપરછમાં આરોપી સોહિલ મો.૯૭૨૭૨ ૨૫૯૫૪ વાળો રાજકોટ ગોંડલ ચોકડીએ આપી ગયો હતો. તાલુકા પીએસઆઈ સરવૈયાએ તપાસ હાથ ધરી છે.

Exit mobile version