Site icon Shri Nutan Saurashtra

MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.994 અને ચાંદીમાં રૂ.1,136નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.204ની તેજી

નેચરલ ગેસમાં નરમાઈઃ સીસા સિવાયની બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારોઃ કોટનખાંડી વાયદો રૂ.530 વધ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,27,347 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8,39,621 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.40 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 23થી 29 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 96,30,542 સોદાઓમાં કુલ રૂ.9,67,009.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,27,347.96 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8,39,621.59 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,75,959 સોદાઓમાં રૂ.86,211.14 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,474ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,251 અને નીચામાં રૂ.71,302ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.994ના ઉછાળા સાથે રૂ.72,188ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.448 ઊછળી રૂ.57,820 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.83 ઊછળી રૂ.7,049ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.870ના ઉછાળા સાથે રૂ.71,666ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.84,567ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,170 અને નીચામાં રૂ.83,650ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,136ની તેજી સાથે રૂ.84,872ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,341 ઊછળી રૂ.84,883 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,367 ઊછળી રૂ.84,930 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,10,843 સોદાઓમાં રૂ.15,555.63 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.796.15ના ભાવે ખૂલી, રૂ.3.40 વધી રૂ.797.35 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.60 વધી રૂ.228.30 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.70 ઘટી રૂ.185ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.30 વધી રૂ.269ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.3.05 વધી રૂ.228.10 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.189.60 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.7.25 વધી રૂ.272.25 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,22,217 સોદાઓમાં રૂ.25,528.47 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,516 અને નીચામાં રૂ.6,134ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.204ના ઉછાળા સાથે રૂ.6,362 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.205 ઊછળી રૂ.6,367 બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.186ના ભાવે ખૂલી, રૂ.5 ઘટી રૂ.179.70 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 5.1 ઘટી 179.6 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.52.72 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,670ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,100 અને નીચામાં રૂ.57,670ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.530 વધી રૂ.58,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.967.50 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.34,862.15 કરોડનાં 48,531.242 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.51,348.99 કરોડનાં 5,942.551 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,065.54 કરોડનાં 1,42,93,840 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.16,462.93 કરોડનાં 92,63,13,500 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,023.72 કરોડનાં 88,023 ટન, સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.351.26 કરોડનાં 18,691 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.10,214.93 કરોડનાં 1,26,333 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,965.72 કરોડનાં 110,435 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.03 કરોડનાં 768 ખાંડી, મેન્થા તેલ વાયદામાં રૂ.48.69 કરોડનાં 496.44 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 24,326.326 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,223.730 ટન, તાંબાના વાયદાઓમાં 30,330 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 19,680 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,817 ટન તથા જસત અને જસત-મિનીમાં 13,579 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,08,450 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,49,48,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,736 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 319.32 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.40.36 કરોડનાં 447 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 53 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17,999 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,192 અને નીચામાં 17,931 બોલાઈ, 261 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 80 પોઈન્ટ વધી 18,081 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8,39,621.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.76,881.38 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,14,660.01 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,87,856.37 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.55,080.71 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,040.52 કરોડ અને નેચરલ ગેસ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.534.42 કરોડનાં કામ થયાં હતાં.

Exit mobile version