MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનું રૂ.432 ઊછળ્યુચાંદી રૂ.552 નરમઃ ક્રૂડ તેલમાં રૂ.65ની વૃદ્ધિ

કોટન-ખાંડીના વાયદામાં રૂ.690ની તેજીઃ મેન્થા તેલ ઢીલુઃ બિનલોહ ધાતુઓનેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.98,936 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9,67,365 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 14 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,08,76,714 સોદાઓમાં કુલ રૂ.10,66,331.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતુંજેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.98,937.23 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 967365.34 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,24,972 સોદાઓમાં રૂ.58,653.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.69,470ના ભાવે ખૂલીસપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,020 અને નીચામાં રૂ.69,470ના મથાળે અથડાઈસપ્તાહનાં અંતે રૂ.432ના ઉછાળા સાથે રૂ.70,136ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.56,574 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.6,888ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.478ની તેજી સાથે રૂ.69,874ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.80,684ના ભાવે ખૂલીસપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.81,766 અને નીચામાં રૂ.79,800ના મથાળે અથડાઈસપ્તાહનાં અંતે રૂ.552ની નરમાઈ સાથે રૂ.80,061ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.534 ઘટી રૂ.80,116 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.518 ઘટી રૂ.80,125 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 98,121 સોદાઓમાં રૂ.13,418.01 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.779.90ના ભાવે ખૂલીરૂ.11 વધી રૂ.785.15 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.30 વધી રૂ.216.35 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.80 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.75 વધી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.3.30 વધી રૂ.217.25 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.186.75 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.5.90 વધી રૂ.257.25 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,97,866 સોદાઓમાં રૂ.26,822.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.6,420ના ભાવે ખૂલીસપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,736 અને નીચામાં રૂ.6,376ના મથાળે અથડાઈસપ્તાહનાં અંતે રૂ.65 વધી રૂ.6,487 બોલાયો હતોજ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.69 વધી રૂ.6,487 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલીરૂ.7.40 વધી રૂ.187 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 7.5 વધી 187.2 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.43.89 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ખાંડીદીઠ રૂ.56,300ના ભાવે ખૂલીસપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,400 અને નીચામાં રૂ.56,300ના મથાળે અથડાઈસપ્તાહનાં અંતે રૂ.690ની તેજી સાથે રૂ.57,130ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.8.30 ઘટી રૂ.976 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,133.49 કરોડનાં 34,318.810 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,519.81 કરોડનાં 4,236.179 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,501.09 કરોડનાં 16,014,950 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.16,320.94 કરોડનાં 878,748,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,171.51 કરોડનાં 54,187 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.389.23 કરોડનાં 20,877 ટન તાંબાના વાયદાઓમાં રૂ.8,872.89 કરોડનાં 112,943 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,984.38 કરોડનાં 115,918 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.96 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.37.93 કરોડનાં 386.64 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,256.721 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,793.370 ટનતાંબાના વાયદાઓમાં 39,742.500 ટનએલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 26,423 ટનસીસુ અને સીસુ-મિનીમાં 3,749 ટન તથા જસત અને જસત-મિનીમાં 13,880 ટનએનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,003,590 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 58,218,000 એમએમબીટીયૂકૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,544 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 358.2 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તોએમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.29.11 કરોડનાં 332 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 125 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,429 પોઈન્ટ ખૂલીઉપરમાં 17,689 અને નીચામાં 17,360 બોલાઈ, 329 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ વધી 17,465 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તોકોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 967365.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 26861.66 કરોડચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 27134.25 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 834868.74 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 72916.56 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

Leave a Comment