Site icon Shri Nutan Saurashtra

MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.2,192 અને ચાંદીમાં રૂ.1,263નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા

કોટનખાંડી વાયદામાં રૂ.240ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસમાં નરમાઈઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,14,773 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,26,351 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 જુલાઈ થી 1 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 87,54,786 સોદાઓમાં કુલ રૂ.8,41,153.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,773.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,26,351.16 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,68,913 સોદાઓમાં રૂ.77,890.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.67,990ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,940 અને નીચામાં રૂ.67,666ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,192 વધી રૂ.69,654ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,245 વધી રૂ.56,350 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.188 વધી રૂ.6,906ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,921 વધી રૂ.69,412ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.81,662ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.84,534 અને નીચામાં રૂ.80,271ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,263 વધી રૂ.82,594ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,247 વધી રૂ.82,693 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,266 વધી રૂ.82,685 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,02,021 સોદાઓમાં રૂ.13,971.18 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.797.25ના ભાવે ખૂલી, રૂ.5.70 ઘટી રૂ.790.30 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.211.80 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.95 ઘટી રૂ.250ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.213.15 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.187 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.1.85 ઘટી રૂ.250.60 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,94,184 સોદાઓમાં રૂ.22,857.19 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,582ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,609 અને નીચામાં રૂ.6,258ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.136 ઘટી રૂ.6,436 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.127 ઘટી રૂ.6,442 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.7 ઘટી રૂ.168.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 7.1 ઘટી 169 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.54.74 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,000 અને નીચામાં રૂ.56,420ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.240 વધી રૂ.56,790ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.19.90 વધી રૂ.980.40 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.40,669.51 કરોડનાં 59,028.528 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.37,221.20 કરોડનાં 4,495.698 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,392.05 કરોડનાં 13,042,640 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,465.14 કરોડનાં 828,121,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,349.77 કરોડનાં 63,622 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.439.50 કરોડનાં 23,489 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,612.36 કરોડનાં 120,578 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,569.55 કરોડનાં 102,021 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.08 કરોડનાં 1,248 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.47.66 કરોડનાં 490.68 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 24,143.676 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,470.299 ટન, તાંબાના વાયદાઓમાં 37,672.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 26,529 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,701 ટન તથા જસત અને જસત-મિનીમાં 14,486 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,006,090 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 84,143,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,256 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 323.28 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.28.07 કરોડનાં 322 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 111 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,239 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,745 અને નીચામાં 17,172 બોલાઈ, 573 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 447 પોઈન્ટ વધી 17,604 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.72,6351.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24,228.75 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25,849.44 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,26,996.32 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.45,348.73 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,836.32 કરોડ અને નેચરલ ગેસ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.370.05 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

Exit mobile version