એમસીએક્સ પર સોના–ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનું રૂ.161 તેજ, ચાંદી રૂ.1,087 નરમ
ક્રૂડ તેલના વાયદામાં રૂ.3નો મામૂલી ઘટાડોઃ કોટન–ખાંડી વાયદામાં રૂ.130ની નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16627.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44368.57 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 12101.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18550 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે 4 વાગ્યા સુધીમાં રૂ.61005.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16627.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44368.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.620.08 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12101.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.74205ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.74344 અને નીચામાં રૂ.73983ના સ્તરને સ્પર્શી, રૂ.74040ના આગલા બંધ સામે રૂ.161 વધી રૂ.74201ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.59700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.7244ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.125 વધી રૂ.74102ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.90177ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90230 અને નીચામાં રૂ.88341ના સ્તરને સ્પર્શી, રૂ.90135ના આગલા બંધ સામે રૂ.1087 ઘટી રૂ.89048ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1081 ઘટી રૂ.88989ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1088 ઘટી રૂ.88970ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2874.79 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.1.6 ઘટી રૂ.807.85ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો 55 પૈસા વધી રૂ.266.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.1.35 વધી રૂ.228.25ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.2.25 ઘટી રૂ.180.9ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1655.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5987ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6002 અને નીચામાં રૂ.5925ના સ્તરને સ્પર્શી, રૂ.5975ના આગલા બંધ સામે રૂ.3 ઘટી રૂ.5972ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.5976ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.3 વધી રૂ.206ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.2 વધી રૂ.205.8ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.928.6ના ભાવે ખૂલી, રૂ.7.7 ઘટી રૂ.921ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.130 ઘટી રૂ.58300ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7027.60 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5073.70 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 2048.88 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 288.15 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 76.64 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 461.12 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 402.25 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1252.81 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 11.98 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 16.19 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 23598 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26953 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5099 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87812 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26602 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37903 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 128213 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14313 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 40044 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18617 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18644 પોઈન્ટના સ્તર અને નીચામાં 18486 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 41 પોઈન્ટ ઘટી 18550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.2 વધી રૂ.188ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા ઘટી રૂ.0.5ના ભાવે બોલાયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.90.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.405 ઘટી રૂ.3341.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.09 ઘટી રૂ.17.4ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.33 ઘટી રૂ.3.15ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.7.15 વધી રૂ.196.25ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા ઘટી રૂ.0.5ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.93 વધી રૂ.397ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.197.5 ઘટી રૂ.1776ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.2.6 વધી રૂ.170.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 ઘટી રૂ.0.4ના ભાવ થયા હતા.
સોનું સપ્ટેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.78 ઘટી રૂ.225ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.325 વધી રૂ.1800ના ભાવ થયા હતા. તાંબુ ઓક્ટોબર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 51 પૈસા વધી રૂ.8.8ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.265ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 78 પૈસા વધી રૂ.6.95ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.3.8 વધી રૂ.178.25ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.205ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.8 ઘટી રૂ.1.6ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.63.5 ઘટી રૂ.281ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.88000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.472.5 વધી રૂ.3001.5ના ભાવે બોલાયો હતો.