MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર કોટનખાંડીના વાયદાના ભાવમાં રૂ.140ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલુઃ ક્રૂડ તેલમાં રૂ.16નો સુધારો

સોનાનો વાયદો રૂ.116 અને ચાંદીનો વાયદો રૂ.50 વધ્યોઃ બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.8,752 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 43,632 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.2.61 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.52,386.77 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,751.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 43632.22 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.69,470ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,925 અને નીચામાં રૂ.69,470ના મથાળે અથડાઈ, રૂ.116 વધી રૂ.69,820ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.158 વધી રૂ.56,312 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.6,872ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.124 વધી રૂ.69,520ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.80,684ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.80,835 અને નીચામાં રૂ.80,230ના મથાળે અથડાઈ, રૂ.50 વધી રૂ.80,663ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.75 વધી રૂ.80,725 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.78 વધી રૂ.80,721 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.779.90ના ભાવે ખૂલી, રૂ.9.70 વધી રૂ.783.85 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.50 વધી રૂ.215.55 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.60 વધી રૂ.257ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.216.30 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.186.70 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.5.55 વધી રૂ.256.90 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,420ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,438 અને નીચામાં રૂ.6,376ના મથાળે અથડાઈ, રૂ.16 વધી રૂ.6,438 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.18 વધી રૂ.6,436 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલી, રૂ.1.70 વધી રૂ.181.30 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 1.7 વધી 181.4 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,300 અને નીચામાં રૂ.56,300ના મથાળે અથડાઈ, રૂ.140 ઘટી રૂ.56,300ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.30 ઘટી રૂ.977.20 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,249.50 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,178.66 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.469.38 કરોડનાં 14,629 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.967.61 કરોડનાં 60,260 લોટનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.197.19 કરોડનાં 3,055 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.91.76 કરોડનાં 1,529 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,146.02 કરોડનાં 5,858 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.439.88 કરોડનાં 6,478 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..27 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.11.66 કરોડનાં 327 લોટનાં કામકાજ થયાં હતાં.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.2.61 કરોડનાં 30 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 122 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,429 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,489 અને નીચામાં 17,360 બોલાઈ, 129 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 8 પોઈન્ટ વધી 17,428 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 43632.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.122 અને નીચામાં રૂ.96.80ના મથાળે અથડાઈ, રૂ.4 વધી રૂ.121.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.70 ખૂલી, ઉપરમાં રૂ.10.95 અને નીચામાં રૂ.9.25 રહી, અંતે રૂ.0.60 વધી રૂ.9.80 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,248ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,321 અને નીચામાં રૂ.1,151ના મથાળે અથડાઈ, રૂ.22 વધી રૂ.1,274.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.637.50 ખૂલી, ઊપરમાં રૂ.760 અને નીચામાં રૂ.613.50 રહી, અંતે રૂ.54 વધી રૂ.725 થયો હતો.

ચાંદી ઓગસ્ટ રૂ.81,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,878.50ના ભાવે ખૂલી, રૂ.11 વધી રૂ.1,870 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.81,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,612ના ભાવે ખૂલી, રૂ.9 વધી રૂ.1,600 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.7.95 વધી રૂ.127.70 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.10 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.93.70ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.120.50 અને નીચામાં રૂ.78.80ના મથાળે અથડાઈ, રૂ.19.50 ઘટી રૂ.79.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9 ખૂલી, ઉપરમાં રૂ.9.30 અને નીચામાં રૂ.7.85 રહી, અંતે રૂ.1.30 ઘટી રૂ.8.40 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,059ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,111.50 અને નીચામાં રૂ.943ના મથાળે અથડાઈ, રૂ.70.50 ઘટી રૂ.972.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.730.50 ખૂલી, ઊપરમાં રૂ.783 અને નીચામાં રૂ.636 રહી, અંતે રૂ.37.50 ઘટી રૂ.670 થયો હતો.

ચાંદી ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,605.50ના ભાવે ખૂલી, રૂ.20.50 ઘટી રૂ.1,670 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,374.50ના ભાવે ખૂલી, રૂ.76.50 ઘટી રૂ.1,335 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.19.05 ઘટી રૂ.86.25 થયો હતો.

 

Leave a Comment