Site icon Shri Nutan Saurashtra

MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર સોનાચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.138ની વૃદ્ધિ, ચાંદી રૂ.40 ઢીલીઃ ક્રૂડ તેલ રૂ.83 વધ્યું

મેન્થા તેલના વાયદામાં નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9,093 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 51,658 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.3.27 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.60,755.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,093.49 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 51658.49 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.69,440ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,440 અને નીચામાં રૂ.68,740 ના મથાળે અથડાઈ, રૂ.138 વધી રૂ.69,103ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.112 વધી રૂ.55,845 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.6,821ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.123 વધી રૂ.68,865ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.79,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.79,897 અને નીચામાં રૂ.78,920 ના મથાળે અથડાઈ, રૂ.40 ઘટી રૂ.79,583 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.46 ઘટી રૂ.79,661 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.47 ઘટી રૂ.79,660 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.779ના ભાવે ખૂલી, રૂ.7.10 ઘટી રૂ.775.40 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.211.75 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.183ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.246ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.212.75 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.183.20 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.1.50 ઘટી રૂ.246.10 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,166ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,270 અને નીચામાં રૂ.6,143 ના મથાળે અથડાઈ, રૂ.83 વધી રૂ.6,269 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.81 વધી રૂ.6,269 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.172ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.173.40 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 3.1 વધી 173.4 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.40 ઘટી રૂ.989.50 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,365.51 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,583.14 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.666.31 કરોડનાં 20,776 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.850.27 કરોડનાં 55,121 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.109.48 કરોડનાં 1,984 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.43.93 કરોડનાં 854 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,102.60 કરોડનાં 5,686 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.323.66 કરોડનાં 5,069 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.26.77 કરોડનાં 735 લોટનાં કામકાજ થયાં હતાં.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.3.27 કરોડનાં 38 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 137 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,205 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,277 અને નીચામાં 17,200 બોલાઈ, 77 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 17 પોઈન્ટ ઘટી 17,272 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 51658.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.141.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.174.70 અને નીચામાં રૂ.124.40 ના મથાળે અથડાઈ, રૂ.32.90 વધી રૂ.173.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.25 ખૂલી, ઉપરમાં રૂ.12.40 અને નીચામાં રૂ.10.20 રહી, અંતે રૂ.1.60 વધી રૂ.12 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,001.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,081 અને નીચામાં રૂ.986.50 ના મથાળે અથડાઈ, રૂ.29 વધી રૂ.1,078 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.290 અને નીચામાં રૂ.211 રહી, અંતે રૂ.37.50 ઘટી રૂ.250 થયો હતો.

ચાંદી ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,100ના ભાવે ખૂલી, રૂ.104.50 ઘટી રૂ.2,075.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,930ના ભાવે ખૂલી, રૂ.43.50 ઘટી રૂ.1,940 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.23.65 વધી રૂ.126.70 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.2.30 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.114.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.129 અને નીચામાં રૂ.63.80 ના મથાળે અથડાઈ, રૂ.42.60 ઘટી રૂ.65 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.160 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.80 ખૂલી, ઉપરમાં રૂ.5.85 અને નીચામાં રૂ.4.60 રહી, અંતે રૂ.0.95 ઘટી રૂ.5.05 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.693.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.764.50 અને નીચામાં રૂ.577 ના મથાળે અથડાઈ, રૂ.65 ઘટી રૂ.577 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.706 ખૂલી, ઊપરમાં રૂ.805 અને નીચામાં રૂ.630.50 રહી, અંતે રૂ.64 ઘટી રૂ.642 થયો હતો.

ચાંદી ઓગસ્ટ રૂ.78,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,640ના ભાવે ખૂલી, રૂ.36.50 ઘટી રૂ.1,510.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.79,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,768ના ભાવે ખૂલી, રૂ.36 ઘટી રૂ.1,711 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.55.40 ઘટી રૂ.156.70 થયો હતો.

 

Exit mobile version