Dhoraji,તા.૮
ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે આજરોજ આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈ વાઢેર રહેવાસી જામનગર વાળાને દુષ્કર્માના કેસમાં તકસિરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા ફટકારેલી છે.
ભોગ બનનાર ના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની દીકરીને આરોપી લગ્નની લાલચ આપી અને ભગાડી ગયો છે, તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એસ ગરચર એ ગુનો નોંધી અને આગળની તપાસ કરેલી હતી અને ગણતરીના કલાકોમાં જામનગર થી ભોગ બનનાર તથા આરોપીને પકડી લાવેલા હતા. ત્યારબાદ કેસ ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવેલ છે.
આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલો હતો કે ભોગ બનનાર દીકરી instagram ના મારફતે આરોપીના સંપર્કમાં હતી ભોગ બનનાર દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પોતાના મોટા બેન ની જન્મ તારીખ દર્શાવતી એક્ઝામિનેશન હોલ રીસીપ્ટ માં પોતાનો ફોટો ચોંટાડી અને આધારકાર્ડમાં પોતાનો ફોટો ચોંટાડી અને આરોપી પાસે સામેથી ગયેલી છે આ કિસ્સામાં ભોગ બનનાર સહમતીથી ડોક્યુમેન્ટ ટેમ્પર કરીને ગયેલા છે. જ્યારે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે ભોગ બનનારના જન્મની નોંધ કાયદેસરની પ્રક્રિયાના અંતે થયેલી છે ભોગ બનનાર ની જુબાની જોવામાં આવે તો આરોપી તેને લગ્નની લાલચે ફોસલાવીને લઈ ગયા નો નક્કર પુરાવો છે. આ ભોગ બનનાર ની સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલો છે અને તેને મુંબઈ લઈ ગયો છે. આરોપી સારી રીતે જાણતા હોય કે ભોગ બનનાર નાની ઉંમરની છે ભોગ બનનારે પોતાની જુબાનીમાં એવું જણાવેલું કે આવા ખોટા દસ્તાવેજો ઊભા કરવા આરોપીએ દબાણ લાવેલું હતું તે હકીકત ન માનવાને કારણ નથી.
આ તમામ દલીલો અને ડોક્ટર રૂબરૂની આરોપી તથા ભોગ બનનારની હિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ એવિડન્સના અહેવાલો જોતા ભોગ બનનારના યુરેથલ સ્વભાવ ઉપર માનવ વીર્યની હાજરી મળેલી હતી ભોગ બનનાર ની ઉંમર 18 વર્ષથી નાની હોય સહમતીનો બચાવ પણ ઉભો રહી શકે નહીં તેવી દલીલો કરી હતી.
આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ સાહેબે આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈ ને ભારતીય દંડ સંહિતાની કલમ 363 કલમ 366 કલમ 376 (૨)(એન) તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ તક્ષશિરવાન ઠરાવી અને રૂપિયા 8000 દંડ ફટકારેલવાસ્તવિક રીતે જોવામાં આવે તો ભોગ બનનાર પોતાની મેળે ખોટા બનાવટી દાખલા ઉભા કરીને ગઈ હતી પરંતુ કાયદામાં તે બચાવ ચાલે નહીં, આપને જાગૃત પત્રકાર તરીકે એક વિનંતી એવી છે કે એવું કંઈ કોલમ બનાવવું જોઈએ કે છોકરાઓ ધ્યાન રાખો મારા ભાઈલા