Site icon Shri Nutan Saurashtra

Heera Mandi ના અનેક સીન સંજય લીલા ભણશાળીએ ફિલમાવ્યા નથી

એક્ટર જેસન શાહે ભાંડો ફોડી નાખ્યો

ખુદ સંજય લીલાએ દિગ્દર્શન નહિ કરતાં પોતાને અન્યાય થયાનો જેસનનો આરોપ

Mumbai,તા.05

બહુ ચર્ચાયેલી વેબ સીરિઝ ‘હીરામંડી’ના અનેક સીન સંજય લીલા ભણશાળીએ ખુદ  ફિલ્માવ્યા જ નથી તેવો આરોપ આ ફિલ્મના એક એક્ટર જેસન શાહે કર્યો છે.

જેસનના આરોપ અનુસાર અનેક સીન સંજય લીલા ભણશાળીએ અન્યોને સોંપી દીધા હતા. ખાસ કરીને તેના મોટાભાગના સીનનું દિગ્દર્શન સંજય લીલા ભણશાળીનું નથી. તેના કારણે મારા પાત્રને ભારે અન્યાય થયો છે.

જેસનના કહેવા અનુસાર પોતાને આ સીરિઝમાં યોગ્ય તક મળી નથી અને  તેનો રોલ વેડફાઈ ગયો છે. જેસનના જણાવ્યા અનુસાર પોતે હજુ ઘણી વિગતો આપી શકે તેમ છે પરંતુ પોતાના પર ટ્રબલમેકરનું ટેગ લાગે તેમ ઈચ્છતો નથી.

ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં ઇતિહાસ સાથે અનેક ચેડાં કરાયાં હોવાના આક્ષેપો પણ થયા હતા.  સીરિઝમા વધારે પડતી ભવ્યતા બતાવાઈ છે અને મૂળ હીરામંડીની તવાયફોનું સાવ અલગ જ ચિત્રણ કરાયું હોવાના પણ વિવાદો થયા હતા.

Exit mobile version