ઇમ્ફાલ વેસ્ટમાં આવેલું કદમબન આ ડ્રોન હુમલા સહન કરી રહ્યું છે : ૨ સપ્ટેમ્બરે અહીં પહેલો ડ્રોન બોમ્બ એટેક થયો હતો
Manipur, તા.૧૩
છેલ્લા ૧ વર્ષ ૪ મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. મણિપુરમાં હજુ પણ જનજીવન સામાન્ય નથી થયું. દરરોજ ક્યાંકને ક્યાંક હિંસાની આગ જોવા મળી રહી છે અને તેમાં ઘણાં નિર્દોષ લોકો હોમાઇ રહ્યાં છે.
જેમ-જેમ સમય વીતી રહ્યો છે, તેમ-તેમ સાથે હિંસાનું રૂપ પણ મોટું થઈ રહ્યું છે. કાલ સુધી જે લોકો હાથમાં દંડા લઈને તોડફોડ અને હિંસા કરતા હતાં તે લોકો હવે ડ્રોન અને રૉકેટ લૉન્ચરથી હુમલો કરી રહ્યાં છે. જોકે, સૌથી મોટો મોટો પ્રશ્ન એ છે કે, આ વિદ્રોહીઓ પાસે મોડર્ન વેપન આવે છે ક્યાંથી? હાઇટેક શસ્ત્ર ભંડાર તેમને આપી કોણ રહ્યું છે?
આકાંશી આતંક સાંભળીને તમને નવાઈ લાગી રહી હશે, પરંતુ મણિપુર છેલ્લા ઘણાં દિવસોથી આ સહન કરી રહ્યું છે. ઇમ્ફાલ વેસ્ટમાં આવેલું કદમબન છેલ્લા આ ડ્રોન હુમલા સહન કરી રહ્યું છે. ૨ સપ્ટેમ્બરે અહીં પહેલો ડ્રોન બોમ્બ એટેક થયો હતો.
સૌથી વધારે જોખમ દ્ભૈઁં વિસ્તારમાં છે. આ વિસ્તારમાં એક બાજુ નાગા વસ્તી રહે છે તો બીજી બાજુ કુકી વસ્તી અને ઉપરથી એટેક થઈ રહ્યાં છે. આ જ વિસ્તારમાં કાંગપોપકી વિસ્તાર છે જ્યાં સિગાદમ ડેમ પણ છે. જેની બાજુમાં એલાઇડ પર્વત છે અને તેની ટોચથી ડ્રોન ઓપરેટ કરવામાં આવે છે. ડ્રોનને ઓપરેટ કરીને કદમબનને ટાર્ગેટ કરવામાં આવે છે. આ પર્વતની ઉપર આતંકવાદનો ખોફનાક કિલ્લો જોવા મળી રહ્યો છે.
ડ્રોન હુમલા સિવાય પણ વિદ્રોહીઓ પાસે ઘણાં ખતરનાક હથિયાર હાજર છે. ન્૯છ૧ ૫૧ દ્બદ્બ ઙ્મૈખ્તરં ર્દ્બિંટ્ઠિ જેવા હથિયાર પણ આ હુમલાખોરો પાસે જોવા મળી રહ્યાં છે, જે એક હાઈ એક્સપોલિબ બોમ્બ છે. હુમલાખોરોએ જણાવ્યું કે, તેઓને શિલોંગમાં નેપામાં જઈને પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ પણ લીધી છે. છ૧-૫૧ મોર્ટાર સિવાય તેમની પાસે છદ્ભ-૪૭, ઇંસાસ રાઇફલ, ઇસાપોર ફેક્ટ્રીમાં બનેલી ૭.૬૪ મિલિમીટરની સેલ્ફ લોડિંગ રાઇફલ્સ અને સ્ટેન કાર્બાઇન જેવા હથિયાર પણ છે. ઘણાં રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મણિપુરને હથિયાર ચીન અને મ્યાનમાર જેવા દેશો સપ્લાઇ કરી રહ્યાં છે.
ડ્રોનથી થતાં વિસ્ફોટક હુમલાથી બચવા માટે લોકો બંકર બનાવી રહ્યાં છે. સ્થાનિક લોકોએ આવા એક નહીં પરંતુ અલગ-અલગ વિસ્તારમાં ઘણાં બંકરો બનાવ્યા છે. રોટેશન વાઇઝ લોકો ૨૪ કલાક ડ્યુટી કરી છે. લોકોનું કહેવું છે કે, ક્યારે એટેક થશે તેનો કોઈ ભરોસો નથી. હુમલાનું જોખમ દરરોજ ૨૪ કલાક રહે છે. બન્કરમાં એક માણસ ૩-૩ કલાક ડ્યુટી કરે છે.