Site icon Shri Nutan Saurashtra

Nagesh Kukunoor ની વેબ સીરિઝમાં માધુરી સિરિયલ કિલર બનશે

એક ફ્રેન્ચ સીરિઝ આધારિત વેબ સીરિઝ હશે

Mumbai,તા.06

માધુરી દીક્ષિત ‘મિસિસ દેશપાંડે’ ટાઈટલ ધરાવતી વેબ સીરિઝમાં સિરિયલ કિલરના રોલમાં દેખાશે. જાણીતા દિગ્દર્શક નાગેશ કુકુનૂર આ  વેબ સીરિઝ બનાવી રહ્યા છે. આ સીરિઝની વાર્તા એવી છે કે પોલીસ એક સિરિયલ કિલરને પકડવા માટે બીજા સિરિયલ કિલરને હાયર કરે છે. મૂળ ફ્રાંસની જ એક સીરિઝનું આ એડેપ્શન હોવાનું મનાય છે.

જોકે, નાગેશ કુકુનૂરે આ સીરિઝના કાસ્ટિંગ કે રીલિઝ ડેટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ એમ માનવામાં આવે છે કે તે બહુ ટૂંક સમયમાં શૂટિંગ શરુ કરી દેશે. માધુરી આ પહેલાં ‘ફેમ ગેમ’ વેબ  સીરિઝથી ઓટીટી પર સફળતા મેળવી ચૂકી છે.

Exit mobile version