Titanic જેવી દુર્ઘટના થતાં રહી ગઈ, બરફના વિશાળ ટુકડાં સાથે ટકરાતાં રહી ગયું જહાજ

Carnival,તા,11 

તમે ક્યારેય દુનિયામાં સૌથી સુપરહિટ રહેલી ફિલ્મો માની એક ફિલ્મ ‘ટાઈટેનીક’ને જોઈ છે? જેમાં ટાઇટેનિક નામનું જહાજ દરિયામાં એક બરફની ચટ્ટાન સાથે અથડાયા પછી ડૂબી ગયું હતું. આ ભયાનક અકસ્માતની આજે પણ ચર્ચા થાય છે. તાજેતરમાં અલાસ્કાના ટ્રેસી આર્મ ફજોર્ડમાં ફરીથી ટાઇટેનિક જેવી જ દુર્ઘટના થઇ શકી હોત. આ ઘટનાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

અમેરિકાના અલાસ્કાના ટ્રેસી આર્મ ફજોર્ડમાં સફર કરી રહેલા કાર્નિવલ ક્રુઝ જહાજ બરફની વિશાળ ચટ્ટાન સાથે અથડાઈ ગયું હતું. જો કે જહાજ પર આ દુર્ઘટનાની કોઈ અસર થઈ ન હતી, અને જહાજને કોઈ નુકસાન થયું ન હતું. આ ઘટનાને લઈને હવે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ક્રૂઝ પર સવાર મુસાફરો આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોયા બાદ તેની સરખામણી ટાઈટેનિક જહાજના અકસ્માત સાથે કરી રહ્યા છે. આ ઘટના અંગે કાર્નિવલ ક્રૂઝ લાઇન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘આ ઘટના 5 સપ્ટેમ્બરે બની હતી, આ ઘટનામાં જહાજને કોઈ નુકસાન થયું ન હતું, ત્યારબાદ જહાજ કોઈપણ અવરોધ વિના આગળ વધ્યું હતું, અને 10મીએ સપ્ટેમ્બરે વોશિંગ્ટન પહોંચી ગયું હતું.’

Leave a Comment