Site icon Shri Nutan Saurashtra

Bhoolbhoolaiyya 3 માટે છેલ્લી ઘડીએ લેહમાં ગીતનું શૂટિંગ

 ફિલ્મ રીલિઝ આડે માંડ એક મહિનો બાકી

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી પર રોમાન્ટિક સોંગ પિક્ચરાઈઝ કરાયું 

Mumbai,તા,23

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેક છેલ્લી ઘડીએ એક ગીતનું શૂટિંગ કરવામાં આવતાં  બોલીવૂડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે.

આ ફિલ્મ દિવાળીસમયે રીલિઝ થવાની છે. તેની રીલિઝમાં એકથી સવા મહિના જેટલો સમય માંડ બચ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમય પોસ્ટ પ્રોડક્શન અને વીએફએક્સની બાકી કામગીરી પૂર્ણ કરવાનો છે. ફિલ્મની ટીમ દ્વારા અત્યારથી જ પ્રમોશનની તૈયારી પણ શરુ થવી જોઈતી હતી. તેને બદલે ફિલ્મની ટીમ લેહમાં ં ગીતના પિક્ચરાઈઝેશનમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર એવું પણ નથી કે આ ગીત છેલ્લી ઘડીએ પ્લાન થયું હોય. સચેત અને પરંપરાએ તૈયાર કરેલું ગીત પહેલેથી જ ફિલ્મના પ્લાનિંગમાં હતું.  આ ઉપરાંત ફિલ્મમાં પ્રિતમ, તનિશ્ક બાગચી અને અમાલ મલિકનાં પણ ગીતો છે.

તૃપ્તિ ડિમરીએ શિફોનની સાડી અને કાર્તિક આર્યને બ્લેક વેસ્ટ તથા લેધર જેકેટ સાથે લેહની બર્ફીલી ખીણમાં શૂટિંગ કર્યું હતું.  આ ગીતની કોરિયોગ્રાફી વિજય ગાંગુલીએ કરી છે.

Exit mobile version