Kutch:ટેલરે ટ્રેક્ટર ને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોને ઈજા

Kutch,તા,02
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારીયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત થયા છે. જેમાં 2 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનો પરીવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા આ સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો.માતાના મઢ (કચ્છ) ખાતે શ્રી આશાપુરા ના દર્શન જતા સંઘને સામખયારી પાસે અકસ્માત નડ્યો છે જેમાં પૂર્વ કચ્છના સામખયારી ભચાવનો ધારી માર્ગ પર આજે બપોરના સુમારે માતાના મઢે દર્શને જતા સંઘને ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં એક બાળક અને બે મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા હતા અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ નવરાત્રીના પૂર્વે માતાના મઢ ખાતે પદયાત્રી ઓ તેમજ વાહનોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને જતા હોઈ છે ત્યારે હળવદ તાલુકાના ખાખરેચી ગામે થી ટ્રેક્ટર માં માતાના મઢ ખાતે દર્શન જવા આજે બપોરના સુમારે નીકળ્યા હતા ત્યારે સામખયાળી નજીક કટારીયા ગામ પાસે પહોંચતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર એ હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળક અને બે મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજયા હતા જ્યારે ગંભીર રીતે ગવાયેલા અન્ય દર્શનાર્થીઓને નજીકની હોસ્પિટલે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ સામખીયાળી પોલીસ મથકના સ્ટાફને થતા પી.એસ.આઇ ગઢવી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જે ટ્રાફિક પૂર્વત કરી મૃતકોને પીએમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવેલા હતા જ્યારે ગવાયેલાઓને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment