Site icon Shri Nutan Saurashtra

Kotdasangani મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં સુધારા બાબતે કર્મચારીને માર માર્યો

એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ હાથ ધરી
RAJKOT,તા,02
કોટડાસાંગાણી ગામે મામલતદાર કચેરીમાં નોકરી કરતા યુવકને આધાર કાર્ડ સુધારવા બાબતે બબાલ થતા બે શખ્સોએ માર મારી બચકા ભર્યાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી જયારે અન્ય એક શખ્સની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીમાં રહેતા શક્તિસિંહ જાડેજાએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપી તરીકે ભરત ઉર્ફે ભૂરો જગદીશ બવ અને એક અજાણ્યા શખ્સનું નામ લખાવતા કહ્યું હતુંકે પોતે કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે ગઈ તા. 30ના રોજ પોતે મામલતદાર કચેરીએ હતા ત્યારે એક અજાણ્યા શખ્સે આવી આધાર કાર્ડમાં જન્મતારીખનો સુધારો કરવા કહ્યું હતું ત્યારે ફરિયાદીએ તેને જન્મનો દાખલો લઇ આવ્યા કહેતા શખ્સે ઉશ્કેરાઈ જઈ તેના મિત્ર ભરત ઉર્ફે ભૂરાને બોલાવ્યો હતો ભૂરાએ આવી ફરિયાદીને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં બહાર બોલાવી ‘તૂ કેમ આધાર કાર્ડમાં સુધારો નથી કરી દેતો’ કહી ગાળો આપી ડોકના ભાગે બચકા ભરી ઢીંકા પાટુનો મૂંઢ માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા ઈજાગ્રસ્ત હાલતમાં ફરિયાદી યુવકને સારવાર અર્થે ખસેડી પોલીસે બનાવ અંગેની ફરિયાદ નોંધી ભરત ઉર્ફે ભૂરાની ધરપકડ કરી હતી જયારે અન્ય એક શખ્સની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.
Exit mobile version