Site icon Shri Nutan Saurashtra

Vichiya નજીક આડા સંબંધની આશંકાએ યુવાનની કરપીણ હત્યા

ભાણેજની નાના, ત્રણ મામા સહિત સાત શખ્સોએ છરી,કુહાડી અને ધારીયા વડે પરિવારની હાજરીમાં ઢીમ ઢાળી દીધું
Rajkot,તા,03
વિછીયા તાલુકાના મોટા માત્રા ગામ નજીક બે દિવસ પહેલા પુત્રી સાથે આડા સંબંધની આશંકાએ મામા  અને   ભાણેજ વચ્ચે    થયેલી બોલાચાલી નો ખાર રાખી યુવાનને મોતને ઘાટ ઉતારી   હત્યા  નિપજાવ્યા ની ધટના અંગે  ઠાંગા પંથક   કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદ પરથી મૃતકના નાના , ત્રણ મામા સહિત સાત શખ્સ સામે   હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણ શખ્સોને સકંજામાં લઈ નાશી છૂટેલા અન્ય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.  પોલીસ પ્રાપ્ત વિગત મુજબ વિછીયા તાલુકાના ખાચર મળ્યો નામના યુવાનની કસવાળી ગામના ચોથા સંગ્રામ, મામા રામકુ ચોથા, વનરાજ ચોથા ,ઉમેશ ચોથા અને ચોટીલા તાલુકાના ધરાઈ ગામનો  રમેશ મેરામ ,સત્તા રમેશ અને સોના રમેશ સહિતોએ ધારિયા, છરી અને કુહાડી ના કાચી કે મોતને ઘાટ ઉતાર્યા અંગેની મૃતક ના મોટાભાઈ રાયધનભાઈ વશરામભાઈ ની  પરથી વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધયો હતો. આ બનાવની જાણ વિછીયા પોલીસ પથકના સ્ટાફને થતા દોડી જય ધરાઈ ગામના રમેશ મેરા સત્તા રમેશ અને ટોના નામના અટકાયત કરી છે. જ્યારે નાસી છૂટેલા પિતા અને ત્રણ પુત્રોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે  ધારેઇ ગામના ૨મેશભાઇ મેરાભાઈનો ફોન હતો જેની દીકરી અને મારા મામાના દીકરા વનરાજભાઇ ચોથાભાઈ ની પત્ની ગડુબેન સાથે મારે આડા સબંધ હોવાની શંકા રાખી મને જેમ ફાવે તેમ ગાળો આપે છે અને મને પતાવી દેવો છે તેવી ધમકી આપે છે. એમ મારા ભાઈ મયુરભાઈ ઉર્ફે મયલાભાઈએ મને વાત કરેલી જેથી અમો બધાજ ડરી ગયેલ અને સાંજના આશરે સાડા આઠેક વાગ્યે માઁટા માત્રા હાઇસ્કુલ સામે આવેલ અમારા બિજા ઝુંપડે જવા ગાડા સાથે નીકળેલ અને ગાડુ મારો નાનો ભાઇ   ચલાવતો હતો. અને મારો નાનો ભાઈ આ મયુરભાઈ ઉર્ફે મયલાભાઇ ગાડાની આગળ ચાલતો હતો. અને અમો બધાજ સાથે ચાલતા હતા અને માત્રાની ચોકડી થી થોડા આગળ આશરે એકાદ કી. મી. માઁટા માત્રા બાજુ જતા હતા ત્યારે મોટા માત્રા ગામ બાજુથી બે મોટર સાયકલ આવેલા જે પહેલા મોટર સાયકલમાથી ધારૈઈ ગામના રમેશભાઈ મેરાભાઈ તથા તેના દિકરા સતાભાઈ રમેશભાઈ તથા ટોનાભાઈ રમેશભાઈ એમ ત્રણેય   ધારીયુ  કુહાડી  લાકડી   લોખંડનો પાઇપ  છરી વડે  મારા નાના ભાઈ  મયુરભાઈ ઉર્ફે મયલાભાઈના ઉપર હુમલો કર્યો  હતો. માથાના ભાગે લોહી નીકળવા લાગેલ હોય જેથી આ બધા પોતાના મોટર સાયકલ લઇને ભાગી ગયેલ અને ત્યાર  ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી જતા મારા ભાઈ મયુરભાઈ ઉર્ફે મયલાભાઈને હુ તથા મારા મોટાભાઇ ભાલીભાઈ એમ બન્ને વિંછીયા સરકારી દવાખાને સારવારમા લઈ ગયેલ જ્યા ફરજ પરના ડોક્ટર એ મયુરભાઈ ઉર્ફે મયેલા ભાઈને જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ બાદ તમો પોલીસે લાશનુ પી.એમ. કરવાની કાર્યવાહી કરેલ અને  વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત સાતેયઆરોપીઓ વિરૂધ્ધમા ફરીયાદ કરવા આવી છે.
Exit mobile version