Mumbai,તા,03
કપૂર પરિવારમાં ફરી લગ્નની તૈયારી કરવામાં આવી રહી છે. કરીના-કરિશ્મા અને રણબીરના કઝીન આદર જૈન દિવાળી દરમિયાન તેની ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કરશે. ત્યારે હવે તેણે લેડી લવને લગ્ન માટે પ્રપોઝ કરતી ખૂબ જ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આદર જૈને ગર્લફ્રેન્ડ અલેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું
આદર જૈને ગર્લફ્રેન્ડ અલેખાને દરિયા કિનારે પ્રપોઝ કર્યું હતું, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે જ કેપ્શન લખ્યું હતું કે, ‘મારો પહેલો ક્રશ, મારી બેસ્ટ ફ્રેન્ડ અને હવે મારું બધું.’
કોણ છે અલેખા અડવાણી?
અલેખા મુંબઈ સ્થિત આંતરપ્રિન્યોર છે. તેણે 2016 માં ન્યૂયોર્કની કોર્નેલ હોટેલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ કન્સલ્ટિંગ ફર્મમાં હોસ્પિટાલિટી કન્સલ્ટન્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા વર્ષો સુધી લોસ એન્જલસમાં કામ કર્યા પછી, તે મુંબઈ પાછી આવીને મુંબઈમાં જ કામ શરુ કર્યું. આ પછી, 2020 માં તેણે ‘વી વેલ’ લોન્ચ કર્યું, અલેખા આ ફર્મની ક્રિએટિવ ડાયરેક્ટર છે. આ સિવાય તે અગાઉ કપડાં અને જ્વેલરી બ્રાન્ડ માટે મોડલિંગ પણ કરી ચુકી છે.
આદર જૈન અલેખા પહેલા તારા સુતરિયાને ડેટ કરતો હતો
અલેખા પહેલા આદર જૈન બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાને ડેટ કરી રહ્યો હતો. બંને 2018માં કરણ જોહરની પાર્ટીમાં મળ્યા હતા. બંનેએ 2020માં પોતાના સંબંધને જાહેર કર્યો હતો. . તારા અને આદર સગાઈ કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ પછી અચાનક બંનેનું બ્રેક અપ થઈ ગયું હતુ. જેનું કારણ હજુ સુધી સામે આવ્યું આવ્યું નથી.
કરીનાની સ્ટોરીએ બધાનું ધ્યાન ખેંચ્યું
આદરની બહેન કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર બંનેને અભિનંદન આપતી સ્ટોરી પણ લગાવી હતી.