Site icon Shri Nutan Saurashtra

Kamala Harris પ્રમુખ બાઈડેન જેવી લોથ મારી, ભૂલથી પોતાને પ્રેસીડેન્ટ ગણાવ્યાં

America,તા.03

ડેમોક્રેટિક પાર્ટીના સ્વર્ગસ્થ સાંસદ શીલા જેકસન લીને શ્રધ્ધાંજલિ અર્પતા ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર અને વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરીસે પોતાને ભૂલથી પ્રેસિડેન્ટ કહી દીધા. જો કે તે પછી તુર્ત જ તેઓએ પોતાની ભૂલ સુધારી વાઇસ પ્રેસિડેન્ટ કહ્યા પરંતુ તે દરમિયાન પોતાને પ્રેસિડેન્ટ તરીકે કમલા હેરીસે જણાવ્યા ત્યારે ઉપસ્થિત શ્રોતાગણે તેઓને હળવા-હર્ષનાદથી વધાવી પણ લીધા. તે સમયે કમલા હેરીસ થોડા આરક્ત પણ થઈ ગયા હતા.

અહીના ચર્ચમાં ગઈકાલે સ્વર્ગસ્થ શીલા જેકસન લીને શ્રધ્ધાંજલિ અર્પતા કમલા હેરીસે લીએ સાંસદ તરીકે આપેલા પ્રદાનની વાત કરતા કહ્યું હતું કે, તેઓએ જૂનેટીન્થને રાષ્ટ્રીય રાજા ગણાવવા માટે તેમજ મહિલાઓ ઉપર થતા અત્યાચારો રોકવા માટે સુધારેલો કડક કાયદો પસાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમજ એલજીબીટીકયુ અધિકારો અપાવવામાં તેમણે અસીમ ભૂમિકા ભજવી હતી.

આ વિધેયકો તૈયાર કરી રજૂ કરી (સંસદમાં) લીએ રાષ્ટ્રની મહાન સેવા કરી છે. તે સમયે હું પ્રેસિડેન્ટ બાયડેન અને લીની સાથે જ હતી, ત્યારે બાયડેને આ ઐતિહાસિક બિલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. તે વિધેયક રજુ કરવામાં હું સહભાગી હતી અને પ્રેસિડે… તરીકે હું ત્યાં ઉપસ્થિત હતી તેનો મને ગર્વ છે. આમ વાઇસ પ્રેસિડેન્ટને બદલે તેઓએ જયારે પોતાને પ્રેસિડે….(ન્ટ) તરીકે દર્શાવ્યા ત્યારે શ્રોતાગણે તેઓને હળવા હર્ષનાદો અને હળવી તાળીઓથી વધાવી લીધા હતા. જો કે પછીથી તુર્ત જ કમલા હેરીસે પોતાની સ્લિપ ઓફ ટન્ગ સુધારી કહ્યું કે, … તે સમયે હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તે બિલ ઉપર પ્રેસિડેન્ટ હસ્તાક્ષર કર્યા ત્યારે ત્યાં ઉપસ્થિત હતી. તેઓની આ ક્ષતિ પણ જાણે કે ભવિષ્ય ભાખી રહી હોય તેવું લાગતું હતું.

હાઉસ્ટનનના મુખ્ય ચર્ચમાં લીની અંતિમ વિધિ અનુસંધાને યોજાયેલા આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ સમયે પૂર્વ પ્રમુખ બિલ કિલન્ટન અને પૂર્વ ફર્સ્ટ લેડી હીલેરી કિલન્ટન પણ ઉપસ્થિત હતા.

Exit mobile version