Atlee ની ફિલ્મમાં સલમાન સાથે કમલ હાસન સમાંતર હિરો

બે હિરોની ફિલ્મમાં કામ કરવા સલમાન સંમત 

મેગા બજેટ ધરાવતી ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થવાની સંભાવના

Mumbai,તા,03

સલમાન ખાને સાઉથના ડાયરેક્ટર એટલીની બે હિરો ધરાવતી એક્શન ફિલ્મ સ્વીકારી છે. આ  ફિલ્મમાં તેની સાથે બીજા હિરો તરીકે કમલ હાસન હશે. સલમાન અને એટલી ગયા વરસથી જ આ પ્રોજેક્ટ બાબત વાતચીત કરી રહ્યા છે. જાસલમાનને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને તેણે કામ કરવાની સ્વીકૃતિ આપી દીધી છે. દિગ્દર્શક એટલી પ્રી-પ્રોડકશન શરૂ કરતા પહેલા કમલ હાસન તરફથી મંજૂરીની રાહ જોઇ રહ્યો છે.  ખુદ સલમાને કમલ હાસનને આ ફિલ્મમાં કામ કરવા માટે કહેણ મોકલ્યું છે. આ એક મેગા બજેટ ફિલ્મ બનશે.  એટલી આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ કરવા  ઈચ્છે છે.

Leave a Comment