Site icon Shri Nutan Saurashtra

Junagadh મા જૂની અદાવતનો ખાર રાખી આધેડ પર ખૂની હુમલો

‘કોર્ટમાં  કેસ ચાલે છે તેમાં તું કેમ આવતો નથી,બધો ખર્ચો તારે દેવાનો છે’ કહી છરી ઝીંકી

Junagadh,તા.30
જુનાગઢ જિલ્લાના ખડીયા ગામે જીતુભાઈ મોહનભાઈ પરમારએ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે,કે મારાભાઈ ભીખુભાઈ મોહનભાઇ પરમાર (ઉં.વ.૪૩) સાથે ખડીયા ગામના રમેશ ભીખાભાઇ સોલંકી (કોળી) નામના શખ્સે અગાઉનો જુનો કેસ કોર્ટમાં ચાલતો હોય જે બાબતે રમેશ સોલંકીએ ફરીના ભાઈને તેના ઘરે જઇ કહેલ કે તુ કેમ કોર્ટમાં આવતો નથી અને આ કેસના પૈસા તારે આપવાના છે. તેવુ કહી અગાઉનું મનદુખ રાખી આરોપી રમેશ સોલંકીએ છરી વડે ફરીના ભાઈ ભીખુભાઈને માર મારતા ગળાના ભાગે ગંભીર ઈજા કરી તથા શરીરના અન્ય ભાગોમાં લોહીયાળ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની
ફરિયાદી જીતુભાઈ મોહનભાઈ પરમાર જાતે કડીયા કુંભાર (ઉ.વ.૪૦) છે.ખડીયા ગામ હનુમાનપરા નદીના કાંઠા પાસે રહે છે.ફરિયાદીએ જણાવ્યા અનુસાર,મારો ભાઇ ભીખાભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૩) ને આરોપી રમેશ ભીખાભાઈ સોલંકી ઘરે આવી કહેવા લાગેલ કે આપણે અગાઉનો જુનો કેસ છે તેમા તુ કેમ કોર્ટ માં આવતો નથી અને આ કેસનો બધો ખર્ચો તારે દેવાનો છે તુ મને પૈસા આપે તેમ કહી મારી સાથે ઝગડો કરવા લાગેલ અને મને છરીથી માર મારેલ છે તેમ વાત કરેલ હતી અને આરોપીએ મારા  ભાઈને છરીથી ઈજા કરી ભાગી ગયેલ હોય અને મારા ભાઈ પાસે મોબાઇલ ફોન ન હોય જેથી તે આખી રાત ઘરમા સુતો રહેલ હતો અને ફરિયાદીને બીજા દિવસે સવારના આ બનાવની જાણ થતા તેઓ પાડોશી પરેશભાઈ દેવસીભાઈ મારુ તથા સંજયભાઈ રાજાભાઈ સાથે મળી ૧૦૮ માં બેસાડી જુનાગઢ સીવીલ હોસ્પીટલે સારવાર માટે ભીખાભાઈને દાખલ કર્યા હતા.વધુ સારવાર અર્થે ભીખાભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી પોલીસે બનાવની તપાસ હાથધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Exit mobile version