Site icon Shri Nutan Saurashtra

Junagadh માં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી બનેવીને ૨૦ વર્ષની કેદ પડી

Junagadh તા.૧૦

જુનાગઢના બીલખા રોડ પર રહેતી એક સગીરા ૨ ઓગષ્ટ ૨૦૨૩ની રાત્રીના ૯-૧૦ કલાકે ઘરેથી નીકળી ગઈ હતી.

આ સગીરાના સગા બનેવીએ લલચાવી ફોસલાવી અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની માતાને જાણ થતા સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ પોતાના જમાઈ વિરૂધ્ધ નોંધાવતા તેના જમાઈ સાગર ખેરાજ વાઘેલાની પોલીસે ધરપકડ કરી લીધેલ.

જો કે જુનાગઢ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે બન્ને પક્ષોની દલીલો પુરાવાઓ ધ્યાને લઈ આરોપી સાગર વાઘેલાને ૨૦ વર્ષની કેદ અને સાથે ૧૦૦૦ દંડ ઉપરાંત સગીરાને રૂા.૩ લાખનું વળતર ચુકવવા પણ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ન્યાયધીશે ફોજદારી વિધી શાસ્ત્રના ત્રણ નિયમોની ચર્ચા સંભળાવી હતી.

Exit mobile version