Site icon Shri Nutan Saurashtra

Rajkot માં કપડના શો રૂમ સંચાલકે રાજમંદિર કોલડ્રિંક્સના માલિક પર કર્યો હીંચકારો હુમલો

લાંબા સમયથી ચાલતી માથાકૂટમાં નાઇસ એન્ડ ન્યુ શો રૂમના માલિકે મિત્ર સાથે મળી  પિતા પુત્રને મારમાર્યો

Rajkot,તા.૧૨
શહેરમાં તદ્દન નજીવી બાબતે મારામારી, હુમલા સહિતની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે  ત્યારે શહેરના યાજ્ઞિક રોડ પર બે પાડોશી વેપારીઓ બાખડતા છરી વડે હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. રાજમંદિર કોલ્ડ્રીંક્સના સંચાલક ચંદુભાઈ ઠુંમર પર નાઈસ એન્ડ ન્યુ કપડાના શોરૂમના માલિક કલ્પેશ ઉકાણી અને તેના મિત્ર હરિભાઈ ગોસ્વામીએ છરી વડે હુમલો કરતા વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે પ્ર.નગર પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ હુમલાખોર બંને વેપારીઓ વિરુદ્ધ ગુનો  નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
શહેરના યાજ્ઞિક રોડ ઉપર રાજમંદિર કોલ્ડ્રીંક્સની દુકાન ચલાવતા ચંદુભાઈ ઠુંમરને તેના પાડોશી વેપારી કલ્પેશભાઈ ઉકાણી કે જેઓ નાઇસ એન્ડ ન્યુ નામની કપડાનો શોરૂમ ચલાવે છે તેની સાથે કોઈ કારણોસર છેલ્લા લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી અને આજે માથાકૂટના અંતે કલ્પેશ ઉકાણીએ ચંદુભાઈ ઠુંમર પર છરી વડે હુમલો કર્યો હતો. કલ્પેશ ઉકાણી અને તેના મિત્ર હરી ગોસ્વામીએ ચંદુ ઠુમર પર છરી વડે હુમલો કરી આડેધડ ત્રણેક ઘા જીકી દેતા ચંદુ ઠુમરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસના પીઆઇ બી.એમ ઝણકાટ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે બંને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Exit mobile version