Site icon Shri Nutan Saurashtra

Rajkot મા સગીરાને લગ્નની લાલચ આપી તળાજાનો રવી ભગાડી ગયો

Rajkot,, તા.૧૮

પિતાની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે  મેઘનાથ  અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
શહેરના યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભાવનગરના તળાજાનો શખ્સ ભગાડી જતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મૂળ દાહોદ પંથકની હાલ રાજકોટ યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષ ની સગીરા પોતાના ઘરે હતી. સવારે તેની માતા ઘરપાસે આવેલા પરબમાં પાણી ભરવા માટે ગયા હતા પાણી ભરીને પરત ઘરમાં આવતા સગીરા જોવા ન મળતા માતાએ આજુબાજુ તપાસ કરતા સગીરાનો કોઇ પતો લાગ્યો ન હતો. સગીરાના પિતા ગામડે ગયા હોઇ તેને જાણકરતા તે તુરત જ રાજકોટ દોડી આવ્યા હતા. બાદ તેણે સગીરાની શોધખોળ હાથધરી હતી તપાસ દરમ્યાન ભાવનગરના તળાજાનો રવી ગોવિંદગીરી મેઘનાથ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનો એ તળાજા પહોંચી તપાસ કરતા સગીરાનો કોઇ પતો ન લાગતા સગીરાના પિતાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણકરતા પોલીસ રવી ગોવિંદગીરી મેઘનાથ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ.આર.જી. બારોટે તપાસ હાથ ધરી છે.
Exit mobile version