દિગ્ગજ ક્રિકેટર ‘Corruption’ માં ફસાયો, ICC એ મૂક્યો એક વર્ષનો પ્રતિબંધ,

Mumbai,તા.04

આઈસીસીએ શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ભ્રષ્ટાચાર કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. કાર્યવાહી દરમિયાન તે છ મહિના માટે સસ્પેન્ડ રહેશે. જયવિક્રમા પર આ પ્રતિબંધ આઈસીસીની એન્ટી કરપ્શન કોડની કલમ 2.4.7ના ઉલ્લંઘન કરવા બદલ લાદવામાં આવ્યો છે.

શું છે કલમ 2.4.7?

એસીયુ દ્વારા જારી કરવામાં આવેલી કોઈ પણ તપાસમાં અડચણો નાખવી અથવા વિલંબ કરવો, જેમાં કોઈપણ દસ્તાવેજ કે અન્ય માહિતીઓ છુપાવવી, છેડછાડ કરવી અથવા નષ્ટ કરવા વિરૂદ્ધ જોગવાઈ સામેલ છે.

જયવિક્રમાની કારકિર્દી

જયવિક્રમાએ છેલ્લે 2022માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેણે પાંચ ટેસ્ટ, પાંચ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 15 મેચમાં કુલ 32 વિકેટ ઝડપી છે.

શું હતો આરોપ?

જયવિક્રમા પર આંતરાષ્ટ્રીય ક્રિકેટ અને લંકા પ્રીમિયર લીગ સંબંધિત આરોપ મૂકાયો હતો. જેમાં તેણે શ્રીલંકા ક્રિકેટ સાથે કરારમાં એન્ટી કરપ્શન કોડની કલમ 1.7.4.1 અને 1.8.1નું ઉલ્લંઘન કરતી કામગીરી કરી હતી.

ત્રણ વર્ષમાં કારકિર્દી પર અંત

પ્રવીણ જયવિક્રમાએ શ્રીલંકા તરફથી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ મેચ 2021માં રમી હતી. બાંગ્લાદેશમાં રમાયેલી આ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં તેણે 11 વિકેટ ઝડપી ક્રિકેટ જગતને ચોંકાવ્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તમામ ખેલાડીઓના રેકોર્ડ તોડ્યા હતા. પરંતુ પોતાનું આ ફોર્મ જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો.

Leave a Comment