Site icon Shri Nutan Saurashtra

મને પણ ઑફર આવી હતી, પરંતુ હું ના ગઈ : Sakshi Malik

કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ

Chandigarh, તા.૬

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા થોડા સમયમાં કોંગ્રેસમાં જોડાશે. બંને રેસલર્સને કોંગ્રેસમાં જોડાવા પર રેસલર સાક્ષી મલિકે મોટો સંદેશ આપ્યો છે. તેણે કહ્યું કે, આ બંને રેસલર્સનો અંગત નિર્ણય છે. પરંતુ મારુ માનવું છે, કે મારે ત્યાગ કરવો જોઈએ.  તેમણે કહ્યું કે, અમારુ જે આંદોલન હતું, બહેન-દીકરીઓ વચ્ચેની જે લડાઈ હતી, તેને ખોટુ સ્વરૂપ ન આપવું જોઈએ. મારી લડાઈ ચાલુ છે. હું હજુ પણ તેના પર અડગ છું. કુસ્તીમાં મહિલાઓનું જે શોષણ થતું હતું, તેની સામે અમારું આંદોલન ચાલુ છે. હું હંમેશા કુસ્તી માટે જ વિચારું છું, કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ.

સાક્ષી મલિકે કહ્યું કે, ’ મને પણ એક ઓફર મળી હતી, પરંતુ મને લાગ્યું કે મેં જે શરૂઆત કરી છે, તેને મારે છેલ્લા સ્ટેજ પર લઈ જવી જોઈએ. જ્યાં સુધી બહેન-દીકરીઓનું શોષણ બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અને આ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનો અંગત નિર્ણય છે. તેઓએ વિચાર્યું કે, તેમને ત્યાં વધુ સારુ છે, તેથી તેઓ ત્યાં ગયા.

Exit mobile version