Site icon Shri Nutan Saurashtra

વર્તમાન વર્ષમાં ક્રુડ તેલની માગમાં સૌથી વધુ વૃદ્ધિ Indiaમાં જોવા મળે તેવી ધારણા

Mumbai,તા,13

વર્તમાન વર્ષમાં ક્રુડ તેલની માગમાં સૌથી વધુ વૃદ્ધિ ભારતમાં જોવા મળવા ધારણાં છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના છેલ્લામાં છેલ્લા રિપોર્ટ પ્રમાણે ૨૦૨૪માં ભારતની ક્રુડ તેલની માગમાં પ્રતિ દિન બે લાખ બેરલનો વધારો જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી છે. ક્રુડ તેલના નિકાસકારોને ઉત્પાદન વધારવા ભારતે ભલામણ કરી છે.

ક્રુડ તેલની માગમાં વૃદ્ધિની દ્રષ્ટિએ ભારત પહેલી વખત ચીનથી આગળ નીકળી જશે.

૨૦૨૦ બાદ ક્રુડ તેલની વૈશ્વિક માગમાં સૌથી ધીમી વૃદ્ધિ જોવાઈ રહી છે. ઓગસ્ટમાં ક્રુડ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે.ચીનમાં આર્થિક મંદીને પરિણામે ક્રુડ તેલની માગ ઘટતા ક્રુડ તેલના ભાવ પર અસર જોવા મળી રહી છે. વર્તમાન વર્ષના એપ્રિલમાં આઈસીઈ બ્રેન્ટ ફયુચર્સનો ભાવ જે પ્રતિ બેરલ ૯૦ ડોલર પહોંચી ગયો હતો તે હાલમાં ઘટી ૭૦ ડોલર આસપાસ બોલાઈ રહ્યો છે. ૨૦૨૧ના અંતિમ ભાગ બાદ હાલના ભાવ સૌથી નીચી સપાટીએ છે.

દરમિયાન દેશમાં વધી રહેલી માગને ધ્યાનમાં રાખી ઓઈલ સેક્રેટરી પંકજ જૈને ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) તથા રશિયાને ક્રુડ તેલનું ઉત્પાદન વધારવા ભલામણ કરી છે.

Exit mobile version